<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

​રાજકોટ પીસીબીએ સંતકબીર રોડ પરથી પાર્સલની આડમાં લઈ જવાતો ૨.૫૭ લાખનો વિદેશી દારૂ પકડ્યો

કુલ ૨.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: રેલનગરનો કિશન ગોહેલ પકડાયો, ધોરાજીના ઇમરાન કુરેશીની શોધ: પીઆઇ ગોંડલિયાની રાહબીરીમાં પીએસઆઇ આર.કે. જાડેજા, પી.બી. ત્રાજિયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: પીસીબીએ દારૂની વધુ એક હેરાફેરી નિષ્ફળ બનાવી હતી. શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અન્વયે પીસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ. વાલજીભાઈ જાડાને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે સંતકબીર રોડથી રાજારામ મેઈન રોડ નાલા પાસે રોડ પરથી દરોડો પાડી પારસલોમાં લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

​પોલીસે ઘટનાસ્થળેથી રેલનગર લાલબહાદુર ટાઉનશીપ વિંગ-બી-બી ક્વાર્ટર નં.૨૨માં રહેતા ૧૯ વર્ષીય કિશન વલ્લભભાઈ ગોહેલની અટકાયત કરી છે. જ્યારે આ દારૂના પ્રકરણમાં ધોરાજી ખાતે રહેતો ઈમરાન કુરેશી નામનો શખ્સ પકડવાનો બાકી દર્શાવાયો છે. પોલીસે આરોપી પાસેથી એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની ૨૮૮ બોટલ કિંમત રૂ. ૧,૩૧,૦૪૦ માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર પ્રીમિયર ગ્રેઈન વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૩૧૨ બોટલ કિંમત રૂ. ૧,૨૬,૩૫૦ મળી કુલ ૫૦૦ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨,૫૭,૪૦૦ તથા રૂ. ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૨,૬૨,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એમ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે તથા ડ્રા.પો.હેડ.કોન્સ. જયેશભાઈ ગઢવી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

(10:39 AM IST)