તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 20th July 2026
શહેરમાંથી ૨૯ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તઃ૧૦૪ લોકો દંડાયા
મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૫૪ હજારનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ તા.૨૦: મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૧૦૪ લોકો પાસેથી રૂ ૫૪,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને ‘‘પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ'' બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી ૨૯.૨ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ૧૦૪ લોકો પાસેથી ૫૪,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
નાગરિકો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીઓનો (ઘ્શ્રંદ્દત્ર્ ર્ગ્ીતિં) જ આગ્રહ રાખવો. ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી ચાલુ રહેશે. (૩
(3:10 PM IST)










