<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સોમવારથી ૩ દિવસ રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં હડતાલઃ રાજયના ૫૦,૦૦૦ કર્મચારીઓ જોડાશેઃ દેખાવો યોજશે

ફાઇવ - ડે વીકની માંગઃ યુનિયને રવિવારે કર્મચારીઓને ફરજ બજાવવા આપી સૂચના ૧૨માં દ્વીપક્ષીય કરાર વખતે IBA ૪ શનિવારની રજા માટે સંમત થયેલઃ સરકાર નિર્ણય લઇ શકતી નથી

રાજકોટ તા.૨૬: બેંક કામદારો અને અધિકારીઓ માટે ભેદભાવયુક્‍ત પ્રોત્‍સાહીત યોજના અમલમાં મુકવા સામે બેંક કર્મચારીઓ/અધિકારીઓની વચ્‍ચે ભેદભાવયુકત નિતી સામે બેંક કર્મચારીઓની સતત ત્રણ દિવસની હડતાલ શહેરો તેમ ગુજરાત બેંક વકર્સ યુનિયનના યાદી જણાવે છે.

બેંક કર્મચારીઓના સાત સંગઠનના બનેલ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્‍સે તા.૨૮,૨૯ અને ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ હડતાલનું એલાન આપવામાં આવેલ છે. ૨૦૧૫માં જયારે બેંક કર્મચારીઓએ મહિનામાં ચાર શનિવારની રજાની માંગ ઉઠાવેલ ત્‍યારે આઈબીએએ સરકારની મંજુરીથી મહીનામાં બીજો અને ચોથો શનિવાર બેંક બંધ રાખવાનું કબૂલ કરેલ.

૨૦૨૦માં બેંક કર્મચારી/અધિકારીઓએ ચાર શનિવારની રજાની માંગ ઉઠાવેલ ત્‍યારે આઈબીએ બીજા સમાધાનમાં એટલે કે ૧૨માં દ્વિ પક્ષીય કરારમાં નિર્ણય લેવાનો પ્રસ્‍તાવ મુકેલ.

યાદી મુજબ ૧૨માં દ્વિ પક્ષીય કરારની વાતચીત દરમ્‍યાન આઈબીએ તરફથી ચાર શનિવારની રજા આપવા સહમત થયેલ તેને બદલે કર્મચારીઓએ અઠવાડિયાના બીજા દિવસોમાં ચાલીસ મીનીટ વધારે કામ કરવાનું નકકી કરેલ અને સરકારને ચાર શનિવારની રજાનો પ્રસ્‍તાવ મુકેલ. સરકારના નાણાંમંત્રાલયે કોઈ નિર્ણય આજ દિવસ સુધી નકકી કરેલ નથી. તા.૨૨ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ સમાધાનકાર સમક્ષ વાટાઘાટ થયેલ ત્‍યારે યુનિયન તરફથી ચાર શનિવારની રજા અંગે સરકારને જણાવેલ કે જો સરકાર કોઈ સમય મર્યાદામાં ચાર શનિવારની રજાનો નિર્ણય લેવા તૈયાર હોય તો કર્મચારી સંગઠનોએ હડતાલ મુલત્‍વી રાખવા સહમતી આપેલ પરંતુ સરકાર તરફથી કોઈ સ્‍પષ્ટ નિર્ણય લેવામાં આવેલ નહી.

વાસ્‍તવમાં ભારત સરકારવતી ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાઈનાન્‍સના ઉચ્‍ચ અધિકારીઓ ચીફ લેબર કમીશ્નર (સે.)સમક્ષ ઉપસ્‍થિત રહ્યાં હતા અને પાંચ દિવસ બેંકીંગનો મુદો સરકાર સમક્ષ પેન્‍ડીંગ છે. આ સંદર્ભે તેમને સહીઓ પણ કરી છે. આમ છતાં પ્રજા સમક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રિઝર્વ બેંકે રાષ્ટ્રીયકૃત બેંકોને રવિવાર તા.૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ બેંકોનું કામ કરવા આદેશ આવેલ છે. યુનિયને પણ કર્મચારીઓને સમાધાનની શરત મુજબ રવિવારે કર્મચારીઓને કામ કરવાની સૂચના આપેલ છે.

તા.૨૮,૨૯, અને ૩૦ની હડતાલ સામાન્‍ય લોકોને થોડી તકલીફ પડશે તો તે બદલ યુનિયન પ્રજાની સમક્ષ ક્ષમા યાચના ચાહે છે.

રાજયના લગભગ ૫૦ હજાર કર્મચારી તેમજ અધિકારીઓ હડતાલમાં જોડાશે. સૌરાષ્ટ્ર કચ્‍છમાં ૧૦ હજાર કર્મચારી અધિકારીઓ હડતાલમાં સામેલ થશે.

(3:54 PM IST)