<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાજકોટ જીલ્લામાં જુગારના ૩ દરોડાઃ ૧૬ પકડાયા

લોધીકાના આંબલીયાળા ગામે ૬, ગોંડલના શેમળાપરામાં પ અને જેતપુરમાં જુગાર રમતા પ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. રપઃ ભીમ અગિયારસ પૂર્વે રાજકોટ જીલ્લામાં જુગારના ૩ દરોડામાં ૧૬ પત્તા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં લોધીકાના આંબલીયાળા ગામેથી ખડ વંથલી જવાના કાચા રસ્‍તે જુગાર રમાતો હોવાની બાતમી મળતા લોધીકાના પો. કો. અભયભાઇ  લાલજીભાઇ રાઠોડ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) રમેશભાઇ મોહનભાઇ કતબા ધંધો-ખેતીકામ, (ર) ચંદુભાઇ મોહનભાઇ કંડોલીયા ધંધો-ખેતમજુરી, (૩) અશોકભાઇ મનજીભાઇ કંથીરીયા ધંધો-ખેતમજુરી, (૪) ગીરીશભાઇ રણછોડભાઇ કતબા ધંધો-ખેતીકામ, (પ) સંજયભાઇ છગનભાઇ કતબા ધંધો-ખેતીકામ તથા (૬) અશોકભાઇ રામજીભાઇ ભુત ધંધો-ખેતીકામ રે. તમામ ખડ વંથલી ગામ તા. ગોંડલને રોકડા રૂા. ૧૭૬૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ગોંડલના શેમળાપરામાં પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્‍યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના પો.કો. ચંદનસિંહ અજીતસિંહ પરમાર સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) મુકેશભાઇ લાલજીભાઇ સોરઠીયા ધંધો-મજુરી, (ર) રમેશભાઇ બચુભાઇ પરમાર ધંધો-મજુરી, (૩) ભાવેશભાઇ ગોરધનભાઇ મકવાણા ધંધો-મજુરી, (૪) પ્રવીણભાઇ બચુભાઇ પરમાર/દેવીપુજક, ધંધો-મજુરી તથા (પ) રાજુભાઇ બચુભાઇ સોલંકી ધંધો-મજુરી રે. તમામ શેમળાપરાને રોકડા રૂા. ૧ર,ર૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના અહેવાલ મુજબ ઉદ્યોગ નગર પી.આઈ એચ એસ શર્મા સ્‍ટાફના રાજુભાઈ સાંબળા, નિલેશભાઈ મકવાણા, હિતેશભાઈ વરુ પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે વિનોદ ચભાડીયા બળદેવ ધાર દાવલશા પીરની દરગાહ પાસે આવેલ પોતાના નયન પ્રિન્‍ટ નામના કારખાનામાં  જુગારનો અખાડો ચલાવતો હોય જે આધારે પોલીસે ગત રાત્રિના નયન પ્રિન્‍ટ નામના કારખાનામાં જુગાર અંગેની રેડ કરતા ઓફિસની બાજુના રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા દિનેશ નાનજીભાઈ પાનસુરીયા (આલ્‍ફા સ્‍કૂલ પાસે), પ્રવીણ ઉર્ફ પરસોતમ બાવચંદભાઈ ભુવા (શ્રીજી સ્‍કૂલ પાસે), હરસુખ હરિભાઈ ઢોલરીયા (એસ કુમાર રેસીડેન્‍સી), કિશોર મોહનભાઈ ચભાડીયા ( દેસાઈ વાડી), તથા કારખાનેદાર વિનોદ નારણભાઈ ચભાડીયા (શાંતિનગર) પકડી પાડી વિનોદ ચભાડીયા પોતાના કારખાનામાં રમવા આવતા લોકો પાસેથી રૂપિયા લઇ પ્‍લાસ્‍ટિકના ટોકનથી રમાડતો હોય કુલ રૂ. ૨૧,૦૯૦ તથા મોબાઇલ ૫, બાઈક ૩ મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ નો મુદ્દા માલ કબજે કરેલ. (

(1:19 PM IST)