<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ચોટીલા-રાજકોટના વધુ ૩ શખ્‍સો ૩ પિસ્‍તોલ સાથે પકડાયા

અગાઉ મધ્‍યપ્રદેશ મીરઝાપુરના શખ્‍સ સહિત પાંચની ટોળકીને ઝડપી લેવાયા બાદ તપાસ આગળ ધપી પીસીબીએ કુલ ૧૧ શખ્‍સોને પકડી ૨૪ દેશી બનાવટના હથીયાર અને ૩૨ જીવતા કાર્ટીસ કબ્‍જે કર્યાઃ પ્રદિપ કરપડાની પુછતાછમાં વિગતો ખુલતાં ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો, શ્‍યામ અને રાજકોટના ધ્રુવ ઉર્ફે કનૈયાને પકડી લેવાયા જયરાજ ઉર્ફે લાલો અગાઉ મર્ડર, એસ્‍ટ્રોસિટી અને દારૂ સહિત ૪ ગુનાઓમાં સામેલ

રાજકોટ તા. ૧૬:  શહેર પીસીબીની ટીમે અગાઉ મધ્‍યપ્રદેશના મીરઝાપુરના મુખ્‍ય સપ્‍લાયર સહિત પાંચ શખ્‍સોની ટોળકી વેપન કાર્ટેલને ગેરકાયદો પિસ્‍તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા બાદ તપાસ આગળ ધપી છે. જે અંતર્ગત ચોટીલાના એક નામચીન સહિત બે શખ્‍સો અને રાજકોટના એક શખ્‍સ મળી વધુ ત્રણ જણાને ત્રણ ગેરકાયદે પિસ્‍તોલ સાથે પકડી લીધા છે. આ સાથે ચાર દિવસમાં કુલ ૧૧ શખ્‍સોને પકડી લઇ કુલ ૨૧ દેશી વેપન-૩૨ જીવતા કાર્ટીસ કબ્‍જે કરાયા છે.

અષાઢી બીજ અંતર્ગત કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે અગાઉથી શરૂ થયેલી કાર્યવાહી અંતર્ગત પીસીબીની ટીમે અગાઉ પાંચ શખ્‍સોને ગેરકાયદે હથીયારો સાથે પકડી લીધા બાદ તેની પુછતાછમાં એક પછી એક અન્‍ય નવા શખ્‍સો પણ હથીયારો, કાર્ટીસ સાથે પકડાયા હતાં. આ તપાસ આગળ ધપાવવામાં આવતાં અગાઉ પકડાયેલા પ્રદિપ અનકભાઇ કરપડાની પુછતાછ કરવામાં આવી હતી. જેની કબુલાત બાદ વધુ ત્રણ શખ્‍સોને હથીયારો સાથે પકડી લેવાયા છે.

જેમાં જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઇ ખાચર (ઉ.વ.૩૪-રહે. ખેરડી તા. ચોટીલા), શ્‍યામ રાજુભાઇ પરમાર (ઉ.વ.૨૧-રહે. હરિધામ સોસાયટી-૨, ચોટીલા) અને ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૧-રહે. રાધેશ્‍મયા સોસાયટી-૬, બ્રહ્માણી હોલ પાછળ હુડકો ચોકડી)ને પીસીબીની ટીમે પકડી લઇ ત્રણેય પાસેથી ૩૦ હજારની ત્રણ દેશી બનાવટની પિસ્‍તોલ કબ્‍જે કરી છે. ઝડપાયેલામાં જયરાજ ખેતી કરે છે, શ્‍યામ ટ્રક ડ્રાઇવર છે અને ધ્રુવ છુટક મજૂરી કરે છે.  જયરાજ ઉર્ફે લાલો અગાઉ રાજકોટ બી-ડિવીઝનમાં હત્‍યા-રાયોટીંગ, મુળીમાં મારામારી-હત્‍યાનો પ્રયાસ અને વાંકાનેર તાલુકા તથા મોરબી તાલુકામાં દારૂના બે ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો હતો.

અત્‍યાર સુધીમાં પોલીસે વેપન કાર્ટેલના કુલ ૧૧ શખ્‍સોને પકડી ૨૧ ગેરકાયદે હથીયારો અને જીવતા કાર્ટીસ કબ્‍જે કર્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમના મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્‍સ. કિરસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા તેમજ કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે  અને ડ્રા.પો.હેડ.કોન્‍સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી છે.

(2:29 PM IST)