<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગાંજા સાથે પકડાયેલા ધોરાજીના ૩ શખ્‍સોને PIT NDPS તળે જેલમાં ધકેલી દેવાયા

રાજકોટ, તા. ૯: ગાંજાની હેરાફેરીમાં પકડાયેલ ધોરાજીના ૩ શખ્‍સોને રૂરલ પોલીસે પી.આઇ.ટી. એન.ડી.પી.એસ એકટ હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલી દિધા હતા.

રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્‍યએ કેફી  દ્રવ્‍યોના ગેરકાયદેસર વ્‍યાપાર અટકાવવા અગાઉ માદક પદાર્થ સાથે પકાડાયેલ ઇસમો વિરૂધ્‍ધ PIT NDPS દરખાસ્‍ત મોકલી આપવા સુચના કરેલ, જે અનસંધાને એસ.ઓ.જી. શાખાના પો.ઇન્‍સ. એફ.એ.પારગી દ્વારા અગાઉ ગાંજા સાથે  પકડાયેલા (૧) મોહમદ ઉર્ફે મમલો સ/ઓ ગુલામહુસેન શેખ, રહે.ધોરાજી, રસુલપરા કુકડા કેન્‍દ્ર પાસે તા.ધોરાજી જી.રાજકોટ (ર) સુફીયાન સલીમભાઈ શેખ, રહે. ધોરાજી, સુધરાઇ કોલોની રેલ્‍વે સ્‍ટેશન પાસે, જુનાગઢ રોડ તથા (૩) શફી સલીમભાઈ ઢીબ, રહે.ધોરાજી, વોકળા કાંઠે આઝાદ સોડાની બાજુમાં રફીકભાઇ સતારભાઇ ભેસાણીયાના મકાનમાં  સામે   PIT NDPSની દરખાસ્‍ત પોલીસ મહાનિર્દેષક સી.આઇ.ડી. ક્રાઇમને મોકલતા તેઓ દ્વારા આ દરખાસ્‍તને મંજુર કરી અટકાયતમાં લેવા હુકમ કરતા ઉકત ત્રણેયને પકડી પાડી અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા હતા.

પકડાયેલ ઉકત ત્રણેય સામે ધોરાજી તથા જેતપુરમાં અગાઉ એનડીપીએસના ચાર ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્‍સ. એફ.એ. પારગી, પો.સબ ઇન્‍સ. જી.જે.ઝાલા, પો.સબ ઇન્‍સ. પી.બી.મિશ્રા,  એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોજભાઇ બ્‍લોચ, પો.હેડ.કોન્‍સ. મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, ચંદુભાઇ પલાળીયા, રામદેવસિંહ ઝાલા પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી, ચીરાગભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, રઘુભાઇ ત્રકટા, કલ્‍પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવેલ છે.

(3:13 PM IST)