તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
રામનાથપરાની ૧૨૯ વર્ષ જૂની પ્રાચીન ‘જયઅંબે ગરબી'માં ૩૦ બાળાઓ રજૂ કરશે પૌરાણિકને સંસ્કૃતિ ધબકાવતા રાસની રમઝટ
શ્રી રાંદલ મા, બહુચર મા અને મેલડી માની આરાધના સાથે ત્રિશૂલ-તલવાર, ઘુમ્મર, સ્ટેપ અને ટીપ્પણી રાસ બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજકોટઃ શહેરના ઐતિહાસિક વિસ્તાર એવા રામનાથપરા ખાતે આવેલ 'ગરબી ચોક'માં પરંપરાગત અને પૌરાણિક રીતે યોજાતી જયઅંબે ગરબી મંડળ (ગરૂડગરબી) આ વર્ષે પોતાના ગૌરવવંત ૧૨૭મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ પ્રાચીન ગરબીમાં ૩૦ જેટલી નાની બાળાઓ ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે. ગરબીમાં બાળાઓ દ્વારા શ્રી રાંદલ માતાજી, શ્રી બહુચરાજી મા તથા મેલડી માના ગરબા ઉપરાંત ત્રિશૂલ-તલવાર રાસ, ઘુમ્મર રાસ, સ્ટેપ રાસ, દોડી રાસ, હુડો રાસ અને ટિપ્પણી રાસ જેવા વિવિધ પ્રાચીન અને સાંસ્કૃતિક રાસની રમઝટ બોલાવવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સંગીત વૃંદ અને આયોજકો ઉત્સાહભેર જહમત ઉઠાવી રહ્યા છે ગાયક બાળાઓ/કલાકારો રતાભાઈ ગમારા, કિશોરગીરી ગોસ્વામી, ક્રિષ્નાબેન સાધુ નીમાવત, ભરતભાઈ મકવાણા (મંજીરા), અશોકભાઈ રાઠોડ (ઢોલક), વસંતભાઈ
આયોજનમાં ગોવિંદભાઈ ગમારા, જયેશભાઈ સરૈયા, હિતેશભાઈ રાધવાણી, વિનુભાઈ જાદવ, રાજેશભાઈ મોટવાણી, કલ્પેશભાઈ ગમારા, કરણભાઈ ગમારા, દિનેશ પુનવાણી, વિજય પુનવાણી, રવિ ભટ્ટી, અજય ભટ્ટી અને વિજય મકવાણા વિ. જોડાયા છે.(તસ્વીઃ અશોક બગથરીયા)
(2:05 PM IST)










