<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૩૬ વર્ષના નેહલબેન ઠક્કરને અતિ જટીલ MND બિમારીઃ ઈલાજ માટે ૧ કરોડની જરૂર

મૂળ રાજકોટના નેહલબેનનું સાસરું અમદાવાદમાં: નેહલબેનને અતિ ગંભીર ગણાતી અને જુજ લોકોને થતી બિમારી લાગુ પડીઃ સ્‍નાયુઓ ક્ષીણ થવા લાગ્‍યાઃ કુરિયર કામ કરતા જીવનસાથી હાર્દિકભાઇ નેહલબેનની સારવારમાં સમર્પિત થઇ ગયાઃ ૨૧ લાખનું એક એવા પાંચ ઈન્‍જેક્‍શનની જરૂર

રાજકોટ, તા. ૭ : જીવનની સુંદર સફરમાં કયારેય ન ધારેલી મોટી આફત આવીને ઊભી રહી જાય ત્‍યારે પરિવાર પર કેવો વ્રજઘાત થાય છે તેનો જીવંત દાખલો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. મૂળ રાજકોટની દીકરી અને અમદાવાદના પરિવારમાં ગળહિણી તરીકે ખુશખુશાલ જીવન વિતાવતા ૩૬ વર્ષીય નેહલબેન હાર્દિકભાઈ ઠક્કર આજે જીવન અને મરણ વચ્‍ચે ઝોલાં ખાઈ રહ્યા છે. હસતા-રમતા પરિવાર પર અચાનક જ મોટર ન્‍યુરોન ડીસીઝ (MND) નામની અતિ ગંભીર, ઘાતકી અને અત્‍યંત જુજ લોકોને થતી બીમારીનો પહાડ તૂટી પડ્‍યો છે.

આ દુર્લભ બીમારીમાં નેહલબેનના શરીરના સ્‍નાયુઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્‍યા છે. મગજના સંદેશાઓ સ્‍નાયુઓ સુધી પહોંચતા અટકી જતાં હાથ-પગની તાકાત છીનવાઈ ગઈ છે. આનંદથી ઘર સંભાળતા નેહલબેન આજે પથારીવશ બની ગયા છે અને પોતાની દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવારજનો પર નિર્ભર થઈ ગયા છે. આ અત્‍યંત કરુણ સ્‍થિતિમાં તેમના પતિ હાર્દિકભાઈ પોતાની તમામ પ્રવૃતિ  બાજુ પર મૂકીને પત્‍નીની સેવા અને સારવારમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા છે. સામાન્‍ય કુરિયરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હાર્દિકભાઈ માટે પત્‍નીની સારવાર જ જીવનનો એકમાત્ર ધ્‍યેય બની ગઈ છે.

તબીબોના જણાવ્‍યા અનુસાર, નેહલબેનની આ ગંભીર બીમારીના ઈલાજ માટે વિદેશથી ખાસ ઇન્‍જેક્‍શન મગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ એક ઇન્‍જેક્‍શનની કિંમત ૨૧ લાખ રૂપિયા જેટલી થાય છે અને નેહલબેનને નવજીવન આપવા માટે આવા કુલ પાંચ ઇન્‍જેક્‍શન આપવા પડે તેમ છે. આમ, સારવારનો કુલ આંકડો ૧ કરોડ રૂપિયાથી પણ વધી જાય છે. કુરિયરનું કામ કરીને માંડ પૂરું કરતા સામાન્‍ય પરિવાર માટે ૧ કરોડ રૂપિયા જેવી જંગી રકમ એકત્ર કરવી સાવ અશકય બની ગઈ છે. અત્‍યાર સુધીમાં ઠક્કર પરિવારે ગંજાવર ખર્ચ કરી નાખ્‍યો છે.

પત્‍નીના શ્વાસ જાળવી રાખવા માટે હાર્દિકભાઈ રાત-દિવસ એક કરી રહ્યા છે, પરંતુ આર્થિક મર્યાદાઓ તેમની સામે મોટી દીવાલ બનીને ઊભી છે. આ અત્‍યંત સંવેદનશીલ સમયે સમાજનો સહયોગ જ આ પરિવારની છેલ્લી આશા છે. નેહલબેનને આ ગંભીર બીમારીમાંથી ઉગારી નવજીવન આપવા માટે ઉદાર મનના દાનવીરો, સામાજિક સંસ્‍થાઓ અને દયાળુ નાગરિકો આગળ આવે તેવી નમ્ર અપીલ છે. આપનો એક નાનો સરખો આર્થિક સહયોગ આ પરિવાર માટે જીવનદાન બની શકે છે. આવો, સૌ સાથે મળીને મદદનો હાથ લંબાવીએ.

નેહલબેનનું પીયર રાજકોટ છે. તેમના બેન હિનાબેન પંડયા રાજકોટમાં શિક્ષિકા છે. હિનાબેને જણાવ્‍યું હતું કે, અમે મુળ જુના પીપળિયા ગામના બ્રાહ્મણ પરિવારના છીએ. પિતાશ્રી રમેશભાઇ પંડયાના નિધન બાદ પરિવારમાં ત્રણ બહેનો અને બે ભાઇ છે. સંઘર્ષ કરીને શિક્ષણ લીધા બાદ બધા વેલસેટ છે. નેહલબેન પણ એમબીએ થયા છે. તેઓ બેંકમાં હતા. લગ્નના બે વર્ષમાં જ નેહલબેનને ગંભીર બિમારી લાગુ પડી છે. નેહલબેનના પતિ હાદૃિકભાઇ નેહલબેનને સ્‍નાન કરાવવાથી માંડીને તમામ સેવા કરે છે. બધાએ સાથે મળીને ખર્ચ પણ ખૂબ કર્યો છે. હવે ઇન્‍જેકશન માટે એકાદ કરોડ રૂપિયાની જરૂર છે. પરિવારે સમાજ સામે આશાભરી દ્રષ્‍ટિ માંડી છે. ટીપે-ટીપે પણ ઠક્કર પરિવારનો સુખનો સાગર છલકાઇ શકે છે. આર્થિક સહયોગ માટેની વિગતો બાજુમાં બોકસના આપેલી છે.

MND : અતિ ગંભીર બિમારી

રાજકોટ : મોટર ન્‍યુરોન ડીસીઝ (MND) એક અત્‍યંત ગંભીર, જટિલ અને અસાધ્‍ય ન્‍યુરોલોજીકલ બીમારી છે. આ રોગમાં મગજ અને કરોડરજ્જુમાં આવેલા ચેતાકોષો એટલે કે મોટર ન્‍યુરોન ધીમે ધીમે ક્ષતિગ્રસ્‍ત થઈને સંપૂર્ણપણે નાશ પામે છે. આ ચેતાકોષો શરીરના તમામ તાાયુઓને નિયંત્રિત કરવાનું અને મગજના આદેશો પહોંચાડવાનું અગત્‍યનું કાર્ય કરે છે. જ્‍યારે આ મોટર ન્‍યુરોન નષ્ટ થાય છે, ત્‍યારે મગજ અને સ્‍નાયુઓ વચ્‍ચેનો સંપર્ક તૂટી જાય છે. પરિણામે, શરીરના સ્‍નાયુઓ ક્રમશઃ નબળા પડીને કામ કરતા અટકી જાય છે.

MND ના પ્રારંભિક લક્ષણો શરૂઆતમાં ખૂબ સામાન્‍ય હોય છે. દર્દીને હાથ કે પગના સ્‍નાયુઓમાં નબળાઈ અનુભવાય છે. રોજિંદા કામો જેવા કે શર્ટના બટન વાસવા, પેન પકડવી કે ચાવી ફેરવવી મુશ્‍કેલ બને છે. ચાલતી વખતે વારંવાર ઠેસ વાગવી કે સંતુલન ગુમાવવું જેવા લક્ષણો દેખાય છે. આ ઉપરાંત, સ્‍નાયુઓમાં ધ્રુજારી, અસહ્ય ખેંચાણ, બોલતી વખતે જીભ લથડાવી અને ખોરાક કે પાણી ગળવામાં મુશ્‍કેલી થવી એ પણ MND ના મુખ્‍ય પ્રારંભિક લક્ષણો છે. સમય જતાં આ લક્ષણો વધુ ગંભીર બની સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.

આ બીમારીને તબીબી વિજ્ઞાનમાં અત્‍યંત ગંભીર ગણવામાં આવે છે કારણ કે તે સમય સાથે ઝડપથી આગળ વધે છે. દર્દીની શારીરિક ક્ષમતા ધીમે ધીમે છીનવાઈ જાય છે અને તે પોતાની દૈનિક પ્રવળત્તિઓ માટે અન્‍યો પર નિર્ભર બની જાય છે. રોગના આખરી તબક્કામાં શ્વાસ લેવા માટે જવાબદાર તાાયુઓ પણ નબળા પડી જાય છે, જેના કારણે દર્દીને કળત્રિમ શ્વાસોચ્‍છવાસ પર રાખવો પડે છે.

નેહલબેનની સારવાર માટે આર્થિક સહયોગ કરવા ઇચ્‍છતા દાતાઓ આ સ્‍કેન કરીને રકમ મોકલી શકે છે. વધારે વિગતો માટે

મો.નં.૯ર૬પ૬ પ૬૬૪૭, ૮૪૬૯૬ ૮૮૪૩૮

(2:30 PM IST)