તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ગુજરાતમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ સંબંધિત વીમા ક્લેમમાં ૩૭ ટકાનો વધારો
નવજાત શિશુની સારવારના ક્લેમમાં ૩૬ ટકા અને કાન, નાક, ગળાની સારવારમાં ૨૯ ટકાનો વધારોઃ ૪૬થી ૬૫ વર્ષના લોકોનો કુલ ક્લેમમાં ૩૮ ટકા હિસ્સો

રાજકોટ, તા. ૪ : સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્શ્યોરન્સ કંપનીના આંકડા મુજબ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ પ્રસૂતિ અને સ્ત્રીરોગ સંબંધિત વીમા ક્લેમમાં ૩૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. નવજાત શિશુની સારવાર સંબંધિત ક્લેમમાં ૩૬ ટકા તથા કાન, નાક અને ગળાની સારવારના ક્લેમમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે.
કંપનીના જણાવ્યા મુજબ રાજ્યમાં સેટલ થયેલા કુલ વીમા ક્લેમમાંથી ૪૬થી ૬૫ વર્ષની વયના લોકોનો હિસ્સો ૩૮ ટકા રહ્યો છે. તેમાં ૫૬થી ૬૫ વર્ષની વયના લોકોનો હિસ્સો ૨૧ ટકા છે.
સ્ટાર હેલ્થના ચીફ ક્લેમ્સ ઓફિસર ડો. અભિજીત ઘોષે જણાવ્યું કે મહિલાઓ માટે સમયસર તબીબી સલાહ, નિયમિત આરોગ્ય તપાસ અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે.
કંપનીના ગુજરાત બિઝનેસ હેડ વિજય અરોરાએ જણાવ્યું કે માતૃત્વથી વૃદ્ધાવસ્થા સુધી આરોગ્ય વીમાનું મહત્વ વધી રહ્યું છે. કંપની કેશલેસ સારવાર, ઘરે આરોગ્યસંભાળ અને હોસ્પિટલમાં દાખલ થવા અંગે માર્ગદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.
(2:21 PM IST)










