હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોવા ખાતે ૪થી ૭ ડિસેમ્બર ભવ્ય નેશનલ રોલર સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ અને ડાન્સ ચેમ્પિયનશિપ યોજાશે
દેશનાં ૧૮થી વધુ રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે રાજકોટના પ્રતિભાશાળી બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક

રાજકોટઃ આગામી તારીખ ૪, ૫, ૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગોવા ખાતે ભવ્ય રાષ્ટ્રીય કક્ષાની નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ, સ્પીડ સ્કેટિંગ, ડાંન્સ તથા અન્ય વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવા જઈ રહ્યું છે.
આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરાલા, મધ્યપ્રદેશ સહીત દેશના રપ થી વધુ રાજયોમા઼ મોટી સંખ્યામાં પ્રતિભાશાળી બાળકો અને ખેલાડીઓ ભાગ લેશે.
આ ચેમ્પિયનશિપમાં સબ જુનિયર, જુનિયર અને સિનિયર એમ ત્રણ અલગ અલગ વય જૂથની કેટેગરી રાખવામાં આવી છે. દરેક કેટેગરીમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ વિભાગોમાં સ્પર્ધાઓ યોજાશે, જેથી વિવિધ ઉંમરના બાળકો પોતાની ક્ષમતા અને કૌશલ્ય પ્રમાણે ભાગ લઈ શકશે.રોલર સ્કેટિંગ અને સ્પીડ સ્કેટિંગ જેવી રમતગમતની સ્પર્ધાઓની સાથે ડાન્સ તથા અન્ય વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર પ્રતિભાશાળી ખેલાડીઓને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ યોગ્યતા અને પસંદગીના ધોરણો મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં આગળ વધવાની તક પણ પ્રાપ્ત થઈ શકશે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના વધુમાં વધુ પ્રતિભાશાળી બાળકો આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પોતાના શહેર, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરે તે હેતુથી પૂજા હોબી સેન્ટર, રાજકોટ દ્વારા રસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આ અંગે સંસ્થાનાં સંચાલિકા પુષ્પા રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાળકોમાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્તમ સફળતા મેળવી શકે છે. આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી બાળકોને વિવિધ રાજ્યોના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાનો, નવી બાબતો શીખવાનો અને પોતાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો અમૂલ્ય અનુભવ મળે છે.
સ્પર્ધાનું સ્થળ ગોવાઃ સ્પર્ધાની તારીખઃ ૪ થી ૭ ડિસેમ્બર, ૨૦૨૬,સ્પર્ધાઓઃ રોલર સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ડાન્સ તથા અન્ય વિવિધસ્પર્ધાઓ કેટેગરીઃ સબ જુનિયર, જુનિયર અને સિનિયર વિભાગઃ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખઃ ૪ નવેમ્બર, ૨૦૨૬ સંપર્કને સમયઃ દરરોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી
રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે, પૂજા હોબી સેન્ટર, ૬, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમિન માર્ગની બાજુમાં, મહિલા કોલેજ પાસે, અક્ષર માર્ગ, રાજકોટ. મોબાઈલ નંબરઃ ૯૩૭૫૭૦૫૦૦૫ ઉપર સંપર્ક કરી શકાશે.










