News of Saturday, 9th May 2026
આમ્રપાલી અંડર બ્રીજમાં રાત્રે રિક્ષા ઉંધી વળતાં ૪ નેપાળી યુવાનને ઇજા

રાજકોટઃ રૈયા રોડ આમ્રપાલી અન્ડર બ્રીજમાં રાતે સાડા બારેક વાગ્યે એક રિક્ષા ગોથુ મારી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ અકસ્માતમાં નેપાળી સમાજના ચાર યુવાનો કાર્તિક સોની, અનિલસોની, સંજય સોની અને રાજ સોનીને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના આગેવાન સંજયભાઇ કારકી સહિતે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અપાવવામાં મદદ કરી હતી.
(3:37 PM IST)










