<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

પનીરના ૪ સેમ્‍પલ નાપાસઃ તીખી પાપડી-સેવ-બુંદી-ચોકલેટનો ર૬૯ કિલો વાસી જથ્‍થાનો નાશ

શહેરમાં તહેવાર ટાણે જ ફરસાણમાં મોટી ભેળસેળ પકડાઇઃ મનપાની ખાસ ડ્રાઇવ કોર્ચ્‍યુન મિલ્‍ક એન્‍ડ ફુડ પ્રોડકસ, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, પ્રકાશભાઇ પ્રવીણભાઇ હરસોડા તથા ભગવતી ટ્રેડીંગ સામે એજયુડિકેશન કાર્યવાહીની તજવીજઃ ચામુંડા ફરસાણ દ્વારા ખાદ્ય પદાર્થમાં વોશીંગ સોડાનો ઉપયોગઃ ફુડ શાખાની કામગીરી

રાજકોટ, તા. ૬: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અંગે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ ૪ સેમ્‍પલ -સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે.

મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા ફોર્ચ્‍યુન મિલ્‍ક એન્‍ડ ફૂડ પ્રોડક્‍ટસ, લાતી પ્‍લોટ, શેરી નં.૪, પુનિત ઘરઘંટીની બાજુમાં, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  પનીર(લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં TEST FOR FOREIGN FAT ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

 ફૂડ વિભાગ દ્વારા શ્રી ગાયત્રી ડેરીફાર્મ (ઉત્‍પાદક પેઢી) પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી, પટેલ જવેલર્સની બાજુમાં, જામનગર રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર(લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા, સેટેલાઈટ ચોક પાસે, મોરબી રોડ, આશુતોષ મારબલની બાજુમાં  મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  પનીર(લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછુ તથા મોઈસ્‍ચર નું પ્રમાણ અને TEST FOR FOREIGN FAT ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ભગવતી ટ્રેડીંગ, વિજય પ્‍લોટ-૧૧ નો ખૂણો, ગોંડલ રોડ,  મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ  પનીર(લુઝ)નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછુ તથા મોઈસ્‍ચર નું પ્રમાણ અને TEST FOR FOREIGN FAT ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્‍ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે દિવાળીના તહેવારને અનુલક્ષીને સ્‍પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૬૨ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૨૬૯ કિલો અખાદ્ય/ વાસી/ પડતર/ એક્‍સપાયર્ડ જથ્‍થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ -૦૨ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૧૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૫ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

 જે અંતર્ગત ચામુંડા ફરસાણ સીતારામ નગર, મોરબી રોડ પુલ નીચે, ખાતે ફરસાણમાં ઉપયોગમાં લેવાતો સોડા એસ (વોશિંગ સોડા)-૨૧કિલો, પડતર પડેલ વાસી ફરસાણ જેમાં તીખી પાપડી -૧૮૦ કિલો, તીખી સેવ- ૩૦ કિલો તીખી બુંદી-૨૦ કિલો મળીને કુલ અંદાજિત ૨૫૧ કિલો અખાદ્ય જથ્‍થાનો SWM વિભાગના વાહનમાં સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને અનહાયજેનીક કંડિશનમા સ્‍ટોરેજ તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ. વહીવટી ચાર્જ રૂ.૫૦૦૦/- વસૂલ કરેલ તથા  (૧)સેવ (ફરસાણ-લૂઝ) (૨)તીખી પાપડી (ફરસાણ-લૂઝ) (૩)તીખા ગાંઠીયા (ફરસાણ-લૂઝ) (૪)પૌવાનો ચેવડો (ફરસાણ-લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.

 THE HAMPER STORE: શ્રી બિલ્‍ડીંગ, ૪-ફલોર, સત્‍ય સાંઈ રોડ,  લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ સ્‍થળ પર ચોકલેટ મોલ્‍ડ એક્‍સપાયર થયેલ તથા તેમાંથી બનાવેલ ચોકલેટ નો અંદાજિત ૯ કિલો તથા ડાર્ક ચોકલેટ કુલ મળીને અંદાજિત ૧૮ કિલો જથ્‍થો સ્‍થળ પર નાશ કરેલ તેમજ રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

અવધ ડેરીફાર્મ, નવલનગર -૨ કોર્નર, મવડી મેઇન રોડને હાયજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ (૧)મિક્‍સ દૂધ (લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ.

શિવમ મેડિસિન્‍સ, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલથી જગન્નાથ ચોકને ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

પ્રતીક મેડિસિન્‍સ, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોકને ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

શ્રી ગણેશ ડેરીફામ, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોકને  ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

સુમિત પ્રોવિઝન સ્‍ટોર, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોકને ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

ચિત્રા પ્રોવિઝન સ્‍ટોર્સ, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોકને ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

સતનામ જનરલ સ્‍ટોર્સ, પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોકને ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

ક્રિષ્‍ના ટ્રેડિંગ, મોદી સ્‍કૂલ વાળો રોડ, અલીમ ટાઉનશીપ, જીવરાજ પાર્ક ને  લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

(3:09 PM IST)