તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
મવડીના અમરનગરમાં ફટાકડા ફોડતી વખતે ૪ વર્ષની બાળા દાઝી

રાજકોટ તા. ૭: દિવાળીના તહેવારમાં ફટાકડાથી બાળકો દાઝી ન જાય તે માટે વાલીઓએ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. મવડીના અશોક ગાર્ડન પાસે અમરનગરમાં રહેતાં પરિવારની ૪ વર્ષની દિકરી ફટાકડા ફોડતી વખતે દાઝી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ અમરનગરમાં રહેતાં રાહુલભાઇ પાસવાન નામના યુવાનની દિકરી પીન્કી (ઉ.વ.૪) ગઇકાલે ફટાકડા ફોડતી હતી ત્યારે કપડામાં તણખા આવી જતાં ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણી બે બહેન અને એક ભાઇમાં નાની છે. તેના પિતા કારખાનામાં કામ કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(1:30 PM IST)










