હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
૪ વર્ષની ખુશીને પિતા રાહુલે માર મારતાં હાથમાં ફ્રેકચર થયું
નાના મવા સર્કલના પૂલ નીચે બનાવ

રાજકોટ તા. ૩૧: નાના મવા સર્કલ પાસે જાહેર શોૈચાલય નજીક પૂલ નીચે પરિવાર સાથે રહેતી ખુશી (ઉ.વ.૪)ને તેના પિતા રાહુલ સરવૈયાએ માર મારતાં ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકી બે ભાઇથી મોટી છે અને તેના માતા-પિતા છુટક મજૂરી કરે છે. બાળકીએ કહ્યું હતું કે પિતાએ ઝઘડો કરી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(3:48 PM IST)










