તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
૧૩ દીકરીઓને ૪૦ વસ્તુ આપીઃ પ્રેરણાદાયકપર્વ ઉજવ્યું
લાઈફ લેડીસ ક્લબ નવો રાહ ચીંધે છેઃ દાતાઓનો સહયોગ, મહિલા પોલિસે કાર્યને બિરદાવ્યું... સામાન્ય પરિવારની દીકરીઓના લગ્ન હવે હર્ષભેર થશે : જ્યોતિબેન સેતા, મિત્તલબેન ચગ, ઈલાબેન પંડિયા, આયુષભાઇ ખખ્ખર અને કસક અશ્વિનભાઇ સેતા ટીમ પરંપરા જાળવે છે...

રાજકોટ, તા.૧૫: સામાન્ય પરિવારની દીકરીઓ જે ભણતર સાથે પોતાની જિંદગી આરામ, અને બીજી ઈતર પ્રવળત્તિઓના બદલે પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે કોઈ નાનું મોટુ કાર્ય કરે છૅ, તેને બિરદાવવા અને બીજી દીકરીઓને પ્રેરણા મળે તે માટે તેમને નવરાત્રી અંતર્ગત બહુમાન કરી નવદુર્ગા સન્માન આપવાનો સેમાંરોહ તાજેતરમાં યોજાયેલ. આ સમારોહમાં પરંપરા મુજ્બ ૧૩ દીકરીઓને ૪૦ જેટલી ઘર ઉપયોગી, કરીયાવર આપી મદદરૂપ બનવા ઉમદા પ્રયાસ થયેલ. આ ઉમદા કાર્ય માટે જે દાતાઓ પુણ્ય કાર્યમાં સામેલ થયેલ તેમાં અતુલભાઈ રાવલ,મનિશભાઈ અજગીયા, ડિમ્પલબેન ડોબરીયા (વિકાસ મેડીકલ ), રીટા બેન કારિયા, દિપકભાઈ દુદકીયા, પ્રોફેસર અમિતભાઇ પાઠક, દિનેશભાઈ સાતા, જયશ્રીબેન ખખ્ખર, અને રિશ્વી સગપરીયાનો સહયોગ મળેલ. આ સમાજલક્ષી અયોજન જ્યોતિબેન સેતા, મીતલબેન ચગ, ઈલાબેન પંડિયા, આયુષભાઈ ખખ્ખર અને કશક સેતા ટીમ દ્વારા થયેલ. આ ઉમદા કાર્યમાં પોલિસ તંત્રના ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કળપાલીબેન ત્રિવેદી, હિનાબેન સીઘવ, શ્રી જયેશ વાઢિયા, પલ્વીબેન ગોહિલ અને મહેંશભાઈ પંડિયા વિગરે ઉપસ્થિત રહેલ.
(2:13 PM IST)










