News of Saturday, 25th July 2026
લાખાજીરાજ ઉદ્યોગનગરના ૪૮ વર્ષિય જેન્તીભાઇનું હૃદય બેસી જવાથી મૃત્યુ
ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: જાદવ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫: હૃદય બંધ પડી જવાને કારણે મૃત્યુના વધુ એક બનાવમાં એક પરિવારે સ્વજન ગુમાવ્યા છે. દૂધ સાગર રોડ પર લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં જેન્તીભાઇ ઉકાભાઇ જાદવ (ઉ.વ.૪૮) નામના આધેડ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર જેન્તીભાઇ ચાર બહેન અને બે ભાઇમાં નાના હતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:20 PM IST)










