<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

નવાગામમાં ટ્રાન્‍સપોર્ટ મારફત ૧૩ બેરલમાં હરિયાણાથી મોકલાયેલા વ્‍હીસ્‍કીના ૪.૮૦ લાખના ‘ચપલા' કબ્‍જે

હરિયાણાની પેઢીના નામે મોકલનાર અને મંગાવનારા રાજકોટના હિતેષની શોધખોળઃ પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ એ. એ. બ્‍લોચ, એએસઆઇ ખોડુભા જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦: શહેરના કુવાડવા રોડ નવાગામ આણંદપર પાસે સાત હનુમાન નજીક રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં આવેલા વીઆરએલ લોજીસ્‍ટીક નામની ટ્રાન્‍સપોર્ટ પેઢી ખાતે બ્‍લુ રંગના અલગ અલગ ૧૩ લોખંડના બેરલામાં ટ્રાન્‍સપોર્ટ મારફત મોકલાયેલો રૂા. ૪,૮૦,૫૮૦નો વિદેશી દારૂ કુવાડવા રોડ પોલીસે પકડી લઇ આ દારૂ મોકલનારા હરિયાણાના શખ્‍સ અને મંગાવનારા રાજકોટના શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.

 પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.આર.વસાવા અને તેમની ટીમ દ્વારા દારૂના ગુનાઓ અટકાવવા માટે ચેકીંગ ચાલુ હતું ત્‍યારેચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ આણંદપર ગામ પાસે સાત હનુમાન મંદિરની નજીક આવેલા રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં વીઆરએલ લોજીસ્‍ટીક લીમીટેડ નામના ટ્રાન્‍સપોર્ટમાં પાર્સલ દ્વારા ગેરકાયદેસર ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મંગાવવામાં આવ્‍યો છે. આ હકીકતના આધારે પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એ.એ. બ્‍લોચ અને સ્‍ટાફના માણસોએ તાત્‍કાલિક તે જગ્‍યાએ દરોડો પાડી તપાસ હાથ ધરી હતી, જ્‍યાં ટ્રાન્‍સપોર્ટમ મારફત આવેલા બ્‍લુ રંગના લોખંડના ૧૩ બેરલ જોવા મળ્‍યા હતાં.

પોલીસે બેરલો ખોલીને જોતાં અંદરથી ચંદીગઢ માર્કાના ચાર્લી રિઝર્વ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમ.એલ.ના ૩૫૦૪ નંગ ચપલા મળ્‍યા હતાં. જેની કિમત રૂા. ૪૮૦૫૮૦ ગણી આ દારૂ તેમજ ૧૩૦૦ રૂપિયાના ૧૩ બેરલ જપ્‍ત કરાયા હતા.  પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું કે આ દારૂનો જથ્‍થો હરિયાણા રાજ્‍યના પાનીપત જિલ્લાના બરોલી ગામમાં રિફાઇનરી રોડ પર પ્‍લોટ નં. ૦૫ ખાતે આવેલી ગણેશ ઓટોમોબાઇલ સીએફમાંથી મોકલવામાં આવ્‍યો હતો, અને રાજકોટ ખાતે રહેતા હિતેશભાઇ નામના શખ્‍સે આ જથ્‍થો અહીં મંગાવ્‍યો હતો. આથી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર બંને સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનર બ્રજશેકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ  વી.આર.વસાવા,  પીએસઆઇ  એ.એ.બ્‍લોચ, એએસઆઇ કે.વી.જાડેજા, હેડકોન્‍સ. એમ.કે.રબારી, કોન્‍સ. ભાવેશભાઇ એમ. મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી, જયપાલભાઇ બરાળીયા, મેહુલસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પિન્‍ટુભાઇ હિરપરા અને અરવિંદસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. બૂટલેગરોએ પોલીસથી બચવા ટ્રાન્‍સપોર્ટ મારફત દારૂ મંગાવવાનો વધુ એક વખત કિમીયો અજમાવ્‍યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. 

 

(2:48 PM IST)