News of Monday, 25th May 2026
મહેસૂલ વિભાગના નાયબ મામલતદારો માટે આજથી ૫ દિવસ પરીક્ષાઃ રાજકોટમાં ૬૭૦ ઉમેદવારો
રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગરના ઉમેદવારોની રાજકોટમાં પરીક્ષા...

રાજકોટ, તા.૨૫: મહેસૂલ વિભાગના તા.૦૨/૦૪/૨૦૨૬ના પરિપત્રથી નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે આજથી તા.૩૦ સુધી પરીક્ષા શરૂ થઇ છે, રાજકોટમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગરના કુલ ૬૭૦ જેટલા નાયબ મામલતદારો પરીક્ષા આપી રહયા છે, પાંચ દિવસમાં સવારે ૧૦ાાથી૧૧ાા તથા ૧૧-૪૦થી -૧-૪૦ એમ બે પેપર હેતુલક્ષી અને વર્ણનાત્મક રહેશે. આ પરીક્ષા તા.૨૫,૨૬,૨૭,૨૯, અને ૩૦ એમ પાંચ દિવસ લેવાશે. કલેકટર તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે
(3:15 PM IST)










