તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
૫ૂ. જલાબાપાના જયઘોષ સાથે મહોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન : ૧૬મીએ સવારે શોભાયાત્રા

રાજકોટ : પૂ. શ્રી જલારામ બાપાની રર૭મી જન્મજયંતિ અનુસંધાને જલારામ જન્મોત્સવ સમિતિ - રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રાની તૈયારીઓ માટે કાર્યાલયનો ‘જલારામ બાપાના નાદ' સાથે ‘પ્રારંભ' કરાયો હતો. રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિનામુલ્યે કાર્યાલયની સુવિધા અપાઇ છે. કાર્યાલય દરરોજ રાત્રે ૯:૩૦ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જયાં દરરોજ સંકલન સમિતિની બેઠકો મળશે તથા શોભાયાત્રાને આખરી ઓપ આપવામાં આવશે. કાર્યાલયે ફલોટસની નોંધણી પણ કરવામાં આવી રહી છે. કાર્યાલયના પ્રારંભ પૂર્વે - જલારામ ભકત સ્વ. મનુભાઇ જોબનપુત્રાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. દર વર્ષે જલારામ જયંતિમાં તેઓની ઉપસ્થિતિ તથા તેની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેઓના સુપુત્ર અશ્વિનભાઇ જોબનપુત્રાનું જલારામ જન્મોત્સવ સમિતિના ‘મુખ્ય યજમાન' બનવા બદલ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ જન્મોત્સવ સમિતિના પાયાના પથ્થરસમા રમેશભાઇ ઠક્કરને પણ બિરદાવવામાં આવ્યા હતા. તથા તેઓના યોગદાન બદલ જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ હતી. કિરીટભાઇ પાંધીનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ‘ભજીયા પ્રસાદ' માટે તેઓ દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ હતો. તદ્દપરાંત પ્રવિણભાઇ કાનાબાર, જશુભાઇ પારી પરિવાર હ. દિનેશભાઇ પારી, ભરતભાઇ સોઢા, નિલેશભાઇ જોબનપુત્રા પરિવાર દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. તે બદલ તેઓને બિરદાવવામાં આવેલ. પૂ. શ્રી જલારામ બાપાની શોભાયાત્રા અંતર્ગત ‘દિપ પ્રાગટય'માં જલારામ જન્મોત્સવ સમિતિ તથા જલારામ ભકતો - સર્વેશ્રી દક્ષાબેન વસાણી, ડે. મેયર મનીષભાઇ રાડીયા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ભગદેવ, હસુભાઇ ચંદરાણા, પ્રતાપભાઇ કોટક, વિજયભાઇ કારીયા, ભરતભાઇ અનડકટ, ડૉ. અનિલભાઇ દસાણી, કાશ્મીરાબેન નથવાણી, જશુમતીબેન વસાણી, હિનાબેન પોપટ, બિંદીયાબેન અમલાણી, જાગૃતિબેન ખીમાણી, સોનલબેન સોમૈયા, ગીતાબેન રાજા, મનીષાબેન કુંડલીયા, વંદનાબેન સેજપાલ, બીજલ તથા હેતલબેન ઠક્કર, રંજનબેન કોટક, અનિતાબેન પાઉ, કિરણબેન કેશરીયા, નયનાબેન ખખ્ખર, રંજનબેન, ઉષાબેન, સરલાબેન, લોપાબેન કોટેચા, ડીમ્પલબેન મજીઠીયા, વીણાબેન નથવાણી, ભારતીબેન રાજવીર, ભાવિશાબેન, પ્રીતિબેન પોપટ તથા અશ્વિનભાઇ જોબનપુત્રા, યોગેશભાઇ જસાણી, રમેશભાઇ ગણાત્રા, બોલબોલા ચે. ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, ચંદુભાઇ રાયચુરા, સંજયભાઇ પોપટ, રેલનગરના જલારામ ભકતો, જલારામ મિત્ર મંડળના હોદ્દેદારો તથા પરેશભાઇ તન્ના, અમિતભાઇ અઢીયા, વિશાલભાઇ કેસરીયા, કલ્પેશભાઇ પોપટ, ઉમેશભાઇ પૂજારા, વિનોદભાઇ બુધ્ધદેવ, અશ્વિનભાઇ કાનાબાર, પિયુષભાઇ કુંડલીયા, પંકજભાઇ અનડકટ, પરેશભાઇ ઠાકર, પૂનમભાઇ ઠક્કર, અક્ષર કાનાબાર, મધુસુદનભાઇ માલેક, નિરવભાઇ ગણાત્રા, સુરેશભાઇ ખખ્ખર સહિત વિશાળ સંખ્યામાં જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, હસુભાઇ ભગદેવ, મયંકભાઇ પાઉ, મેહુલભાઇ નથવાણી, મનીષભાઇ રાડીયા, કાશ્મીરાબેન નથવાણી, જશુબેન વસાણી, ભરતભાઇ અનડકટ રમણભાઇ કોટક, કલ્પેશભાઇ તન્ના, વજુભાઇ વિઠલાણી, ડે. મેયર દક્ષાબેન વસાણી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઇ મીરાણી તથા રાજેશભાઇ મીરાણી વગેરે દ્વારા જલારામ બાપાનો જયજયકાર કરવામાં આવેલ.
(2:54 PM IST)










