તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
યોગ શિબિરમાં મોઢ વણિક જ્ઞાતિ રાજકોટના ૫ વર્ષના બાળક થી ૭૫ વર્ષના વૃધ્ધ જ્ઞાતિજન ઉત્સાહભેર જોડાયા

રાજકોટઃ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ, રાજકોટ દ્વારા ૧૨મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વપ્રથમ વખત યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સેંકડો જ્ઞાતિજનોએ એકસાથે સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લીધો હોવાનું સંસ્થા જણાવે છે. મોઢ વણિક મહાજન, મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક કન્યા છાત્રાલય, મોઢ વણિક મિત્ર મંડળ, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળ, મોઢ વણિક સમાજ મહિલા મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ, પ્.ળ્.બ્ સહિતની તમામ સંસ્થાઓ સંયુક્ત રીતે મોઢ વણિક કન્યા છાત્રાલય, નૂતન નગર, કાલાવડ રોડ ખાતે એકઠી થઈ. વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ યોગ કરીને જ્ઞાતિ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ શિબિરમાં યોગ ટ્રેનર ખ્યાતિબેન પરીખ, મમતાબેન ત્રાંબડિયા, હનીબેન પરીખ, શર્મિલાબેન પટેલ અને બીનાબેન વાછાણીએ સેવાઓ આપી. આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણીઓ શ્રી કિરીટભાઈ પટેલ, વિજયભાઈ મણિયાર, અશ્વિનભાઈ પટેલ, સાવનભાઈ ભાડલીયા, શૈલેષભાઈ શાહ, કેતનભાઈ બોઘાણી, ગીતાબેન કે. પટેલ, જયશ્રીબેન પટેલ, કલાબેન પારેખ, પ્રદીપભાઈ વડોદરીયા, મયુરભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ અંતર્ગત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો શ્રી ભાગ્યેશ વોરા, કીરેન છાપીયા, કેતન પારેખ, અતુલ વોરા, અતુલ પારેખ, નીતિન વોરા, ધર્મેશ વોરા, કેતન મેસવાણી, જીગ્નેશ મેસવાની, સંજય મણિયાર, ગોપાલ વોરા, મુકેશ પારેખ, જયેન્દ્ર મહેતા, નીતા પારેખ, મનીષ પટેલ, મોહિત રાઠોડ, સંજય ગાંધી, દિવ્યાંગ શાહ, બિમલ કલ્યાણી, અરવિંદ શાહ, પંકજ કલ્યાણી, યોગેશ પારેખ, જીગ્નેશ દોશી, દર્શિત વોરા, પાયલ દોશી, ગીતાબેન એ. પટેલ, ભારતી કલ્યાણી, સાધના દોશી, કોમલ પટેલ, અમી ભાડલીયા, પ્રતિમા પારેખ, સુષ્મા મહેતા, જાનવી મહેતા, અંજલિ વોરા, રૂપા વોરા, છાયા વજરીયા, કૃતિ રાઠોડ સહિત સૌએ ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી. આ યોગ શિબિરમાં તમામ સંસ્થા સાથે સંકલન ભાગ્યેશ વોરા તેમજ ગ્રાઉન્ડની જવાબદારી કેતન પારેખ દ્વારા સાંભળવામાં આવ્યાનું એક પ્રેસ યાદીમાં જણાવાયું છે
(2:45 PM IST)










