<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

રાજકોટમાં પંચશીલ એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા ૫૦૦ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આધુનિક શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે

ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્‍મજયંતિ નિમિત્તે ટ્રસ્‍ટની મોટી જાહેરાતઃ હોસ્‍ટેલ, લાઇબ્રેરી અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના વર્ગો જેવી સુવિધાઓ એક જ છત નીચે મળશે

રાજકોટઃભારતના બંધારણના દ્યડવૈયા અને મહાન સમાજ સુધારક ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્‍મજયંતિ નિમિત્તે રાજકોટના પંચશીલ એજયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મહત્‍વકાંક્ષી પહેલ કરવામાં આવી છે. ‘શિક્ષિત  બનો, સંગઠિત બનો અને સંદ્યર્ષ કરો'ના મંત્રને સાર્થક કરવા માટે ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ ખાતે ગરીબ, પછાત અને એસ.સી. વર્ગના આશરે ૫૦૦ વિદ્યાર્થીઓ માટે અદ્યતન શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો છે.

આ પ્રકલ્‍પ અંગે વધુ વિગતો આપતા ટ્રસ્‍ટના હોદ્દેદારોએ જણાવ્‍યું હતું કે, આ સંકુલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્‍ટેલ, આધુનિક ક્‍લાસરૂમ, સમૃદ્ધ લાઈબ્રેરી અને ડિજિટલ લર્નિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. માત્ર રહેવા-જમવા પૂરતું મર્યાદિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપી સશક્‍ત બનાવવાનો છે.

વિશેષમાં, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે ટ્રસ્‍ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેન્‍ટર પણ શરૂ કરાશે. જેમાં અનુભવી ફેકલ્‍ટી દ્વારા પોલીસ ભરતી,જીપીએસસી, યુપીએસસી, બેંકિંગ અને અન્‍ય સરકારી સેવાઓની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ વર્ગો અને માર્ગદર્શન આપવામાં આવશે.

આ અંગે વધુ માહિતી માટે ટ્રસ્‍ટના હોદેદારો સર્વશ્રી ર્ંઅલ્‍કેશભાઈ આર. ચાવડાઃ પ્રમુખ,મો.૯૯૨૫૦ ૩૯૮૫૨  અનિલભાઈ  આર. વિંઝુડાઃ ઉપ-પ્રમુખ મો. ૯૯૨૫૮ ૦૧૦૯૨,જાદવભાઈ વી. મકવાણાઃમંત્રી મો. ૯૧૦૬૧ ૯૩૪૬૮, મનુભાઈ આર. દ્યાધલઃ સહ-મંત્રી મો. ૯૯૨૪૩  ૯૯૧૫૫,ગૌતમભાઈ એચ.ચૌહાણ, ખજાનચી,મો ૮૫૧૧૧ ૨૪૭૩૮ તેમજ ટ્રસ્‍ટીઓ યોગેશભાઇ સોલંકી, પુનાભાઇ સોલંકી, હષદરાય પારધી, દિલીપભાઇ સાગઠીયા, કાંતિલાલ સોલંકી, દિપકભાઇ મકવાણા, રમેશચંદ્ર ડૈયાનો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(1:25 PM IST)