તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ત્રિદિવસીય જયપુર ફુટ કેમ્પનો ૫૧ દર્દીએ લાભ લીધો
સરગમ કલબ અને ડો.રાજેશભાઇ પટેલ અને શ્રીમતિ ઉષાબેન પટેલના સંયુકત ઉપક્રમે યોજાયેલ

રાજકોટઃ અનેકવિધ સેવાકાર્યો કરી રહેલ સરગમ કલબ જયપુર ફુટ કેમ્પના રૂપમાં વધુ એક સેવા કેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ અને અમેરીકા નિવાસી ડો.રાજેશભાઇ પટેલ અને ઉષાબેન પટેલના જન્મદિવસ નિમિતે તાજેતરમાં જયપુર કેમ્પ યોજાયેલ. જેમાં ૫૧ દર્દીઓએ લાભ લીધો. કેલીપર્સના દર્દી ૧૭, પગના દર્દી ૧૯, રીપેરીંગના ૧૪ દર્દીઓએ વિનામુલ્યે આ કેમ્પનો લાભ લીધો.
કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તેમજ જયંતિભાઇ ખગ્રામ તથા કમાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. કેમ્પને સફળ બનાવવા માટે દિપકભાઇ કમાણી, રશ્મિભાઇ કમાણી, કિશોરભાઇ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર અનવરભાઇ ઠેબા, કનૈયાલાલ ગજેરા, ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરાણીયા, હર્ષાબેન કથ્રેચા, હર્ષાબેન પીઠડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચોૈધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરેએ સેવા આપેલ. આગામી કેમ્પ તા.૧/૧૨/૨૦૨૬ના રોજ ૩ દિવસ માટે યોજાશે. તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યુ છે.
(3:50 PM IST)










