હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૫૩ વર્ષના ભરતભાઇ વઘાસીયાનું હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ
પેડક રોડ શિવ સૃષ્ટિ પાર્કમાં બનાવથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: હૃદય બંધ પડી જવાથી મૃત્યુની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પેડક રોડ શિવ સૃષ્ટિ પાર્ક-૨માં રહેતાં ભરતભાઇ વલ્લભભાઇ વઘાસીયા (ઉ.વ.૫૩) નામના પ્રોૈઢ સવારે ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ભરતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને સાડીના કારખાનામાં કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે. હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું સગાએ જણાવ્યું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ માથાકુટ દરમિયાન મેરૂભાઈના પત્નિ ભારતીબેન પણ ત્યાં દોડી આવ્યા હતા. હુમલાખોર સંજયે ફેંકેલી દારૂની કાચની એક બોટલ ભારતીબેનના પગના ભાગે વાગતા તેમને ઇજા થઈ હતી. આ ઉપરાંત સંજયે બીજી એક બોટલનો ઘા ૧૭ વર્ષના દેવરાજના પીઠના ભાગે મારતા તેને પણ ગંભીર મૂંઢ ઇજા થઈ હતી. બોટલો ફેંકવાની સાથે સંજય સરવૈયા બરાડા પાડીને ધમકી આપવા લાગ્યો હતો કે-દેવરાજ હવે ગમે ત્યાં ભેગો થશે ત્યારે હું તેને જાનથી મારી નાખીશ.
આ પછી અજય ઉર્ફે લોંદો ઘરમાંથી ધારદાર ધારીયું હાથમાં લઈને બજારમાં દોડી આવ્યો હતો અને આખા પરિવારને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. તેમજ અજય સરવૈયાના પત્નિ પૂજાબેન અને સંજય સરવૈયાના પત્નિ પણ ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે રસ્તા પરથી પથ્થરો ઉપાડીને મેરૂભાઈના પરિવાર પર ફેંકવાના શરૂ કર્યા હતા, જોકે સદનસીબે પથ્થર કોઈને વાગ્યા ન હતા. આસપાસના રસ્તા પર દેકારો થતાં જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેને જોઈને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા.
ઘટના બાદ કાચની બોટલ વાગવાથી ઇજાગ્રસ્ત થયેલા ભારતીબેન અને દેવરાજને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોરાળા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્સ. ડી. એચ. વાળાએ ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઇ એચ. ટી. ઝીંઝાળાએ હાથ ધરી છે










