તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટય ઉત્સવની રાજકોટમાં ઉમંગભેર ઉજવણી
૧૫ થી વધુ વૈષ્ણવાચાર્યોની પદયાત્રા સાથે યોજાઇ શોભાયાત્રા : હજારોની સંખ્યામાં વૈષ્ણવ સમુદાય જોડાયા : કળશધારી બાળાઓના મંગલગાન સાથે સ્વયં આચાર્યશ્રીઓએ શ્રીવલ્લભ પ્રભુની પાલખીને ખંભે વહન કરી જય ઘોષથી માર્ગો ગજાવ્યા હતા : શોભાયાત્રા પૂર્ણ થયે ધર્મસભા અને મહાપ્રસાદમાં પણ વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં લાભ લીધો

રાજકોટ : ચૈત્રવદી એકાદશીએ અખંડ ભૂમંડલાચાર્ય જગદ્દગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯ માં પ્રાદુભાવ ઉત્સવ રાજકોટ નગરમાં બિરાજતા ૨૦ થી વધુ વૈષ્ણવાચાર્યોની આગેવાની અને માર્ગદર્શન સાથે રાજકોટ વૈષ્ણવ સમાજના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. એક મહિના પૂર્વથી તૈયારી અને વિરાટ આયોજન સંકલ્પને રાજકોટના વૈષ્ણવોને ઘેર ઘેર પહોંચાડી ઉત્સવને અભૂતપૂર્વ બનાવવા કાર્યકર્તાઓએ કમર કસી હતી. ઉત્સવની સાંજે ૪ વાગ્યાથી શહેરના ચોતરફથી લાલ-પીળા-કેશરી વષાોધારી ભાઈ-બહેનોના ઝુંડ રેસકોર્ષના બાલભવન ભણી જતા જોવામાં આવ્યા હતાં. જયાં ૮૦૦૦ થી વધુ વૈષ્ણવો માટે વિરાટ બેઠક પંડાલ સાથે ૨૦ થી વધુ આચાર્યશ્રીઓના બિરાજવા માટે મંચ વ્યવસ્થા સજાવવામાં આવી હતી. શહેરના ૪૦૦ થી વધુ કાર્યકર્તાઓ દ્વારા બેઠક વ્યવસ્થા - મહાપ્રસાદ મંડાણ - શોભાયાત્રાની સજાવટ સાથે યોજનાબધ્ધ તૈયારીઓ કરવામાં આવી હતી. નિર્ધારિત સમયે સાંજે વૈષ્ણવાચાર્યશ્રીઓના આગમન સાથે જ કળશધારી કુમારીકાઓના મંગલગાન સાથે બિરાજમાન આચાર્યશ્રીઓએ સ્વયં શ્રીમદ્ વલ્લભપ્રભુના ચાંદીના સુખપાલ (પાલખી)ને પોતાના ખંભે વહન કરી ‘જય ઘોષ' પૂર્વક શોભાયાત્રાનો આરંભ કરાવ્યો હતો. રેસકોર્ષના સ્ટેડીયમ ગેઈટ, બહુમાળી ભવન ચોકથી, બેન્ડવાજાઓની પ્રથમ મંગળ સુરાવલીઓ સાથે ઘોડા બગ્ગીમા ‘શ્રી વલ્લભપ્રભુ'નું સ્વરૂપ સાથે યાત્રાની શરૂઆત કળશધારી બાળાઓથી કરી આચાર્યશ્રીઓનો સમુહ સાથે શ્રી મહાપ્રભુજીના સુખપાલ અને પાછળ રાજકોટની કેશરીયા કિર્તનીયા મંડળીઓના બુલંદ કિર્તનગાન સાથે હજારો લાલ-પીળા-કેશરી વષાોધારી ભાઈ-બહેનો હાથમાં ધ્વજા-પતાકા લઈ જયઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. બહુમાળી ચોકથી આકાશવાણી, ગેલેકસી સીનેમા, જીલ્લા પંચાયત (અકિલા સર્કલ) તરફ જતા આ રસાલામાં અનેકો ઘોડા-બગ્ગી-૨થ અને રંગબેરંગી લાઈટોથી સજજ છત્રીઓનો આ વિરાટ સમુહ સાથે શ્રીમહાપ્રભુજીના જીવન દર્શન કરાવતા અનેકો ફ્લોટસ ધૂન-ભજન-ધોળ-પદ ગાન અને ફુલોની વર્ષા કરતા આચાર્યશ્રીઓની આગેવાનીમાં નગરને પાવન કરતા આગળ વધ્યા હતાં. આ શોભાયાત્રામાં નગરના વૈષ્ણવાચાર્યો પુ.પા.ગો. શ્રી ગોવિંદરાવજી, પૂ. ગો. વિશાલકુમારજી, પૂ.ગો.શ્રી અભિષેકલાલજી, પૂ.ગો.શ્રી અક્ષયકુમારજી, પૂ.ગો.શ્રી પરાગકુમારજી, પૂ.ગો.શ્રી અનિરૂધ્ધલાલજી, પૂ.ગો.શ્રી રત્નેશકુમારજી, પૂ.ગો.શ્રી રૂચિરરાવજી, પૂ.ગો.શ્રી ગોપેશરાયજી, પુ.ગો.શ્રી દ્વારકેશલાવજી, પૂ.ગો. શ્રી રૂમલેશકુમારજી, પૂ.ગો.શ્રી રસેષકુમારજી, પૂ.ગો.શ્રી અવતંશકુમારજીએ પદયાત્રા કરતાં સાથે બિરાજીને દિવ્યતા પ્રદાન કરી વૈષ્ણવોમાં અનેરો ભાવસંચાર કરાવ્યો હતો. સપ્તમપીઠાધિશ્વર પૂ.પા.ગો. શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી અત્યંત નાદુરસ્ત તબિયતને લઈને ઉત્સવમાં પધારી શકયા ન હતાં. પરંતુ આશીર્વાદ સાથે સૌને ઉત્સવની શુભકામના વધાઈ પાઠવી હતી. વાજતે ગાજતે રેસકોર્ષનું નગર ભ્રમણ કરતી આ શોભાયાત્રાનું અનેક જગ્યાએ ફુલમાલા પુષ્પવળષ્ટિથી સ્વાગત કરાયું હતું. ઉપરાંત ઠેર ઠેર સમિતિ દ્વારા ઠંડા જલ, વરીયાળી, લીંબુ શરબત, આઈસ્ક્રીમ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કિશાનપરા ચોકથી જમણે આમ્રપાલી અંડરબ્રીજ સામેથી વિરાટ શોભાયાત્રા બાલભવનના મુખ્ય ગેઈટમાં પ્રવેશી ઉત્સવના પંડાલમાં રાત્રે પહોંચી હતી. અહીંથી સમગ્ર રસાલો ધર્મસભામાં ફેરવાવો હતો. શ્રી વલ્લભ પ્રભુને સુખપાલ સહિત મંચ પર સિંહાસન ઉપર બિરાજમાન કરાયા હતાં. અહીં બિરાજમાન આચાર્યશ્રીઓએ શ્રી મહાપ્રભુને તિલક માલ્યાર્પણ કરી અક્ષત પુષ્પોની વળષ્ટિ સાથે સ્વસ્તીવાચન પૂર્વક આરતી વંદન કરી આચાર્યો સ્વસ્થાને બિરાજયા હતાં. જયાં શહેરના અગ્રણી વૈષ્ણવ મહાનુભાવો દ્વારા દંડવત પૂર્વક આચાર્યશ્રીઓને પુષ્પમાળાઓ ધરાવી સ્વાગત અભિવાદન કરાયુ હતું. ઉત્સવ ઉપક્રમ પ્રમાણે જુદા-જુદા આચાર્યશ્રીઓ દ્વારા શ્રી મહાપ્રભુજીના જીવનદર્શન સાથે શાષા સિધ્ધાંતો અને સેવા ભક્તિની સંપ્રદાયીક પરંપરા વિશે સુક્ષ્મતા પૂર્વક પ્રવચનો કરાયા હતાં. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા શહેરના તમામ વૈષ્ણવાચાર્યોની આગેવાનીમાં સમિતિના સભ્યો સર્વશ્રી સુખાભાઈ કોરડીયા, મનસુખભાઈ સાવલીયા, કમલનયનભાઈ સોજીત્રા, ચીમનભાઈ લોઢીયા, હસમુખભાઈ ડેલાવાળા, મોહનભાઈ વાડોલીયા, દિનેશભાઈ કારિયા, સ્વજીભાઈ ડઢાણીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ પાટડીવા, વિજયભાઈ પટોડીયા, ગોવિંદભાઈ દાવડા, નિતેષભાઈ રાજપરા, નંદલાલભાઈ હિરપરા, ભાવેશભાઈ ચાંગેલા, દિનેશભાઈ ડઢાણીયા, દિલસુખભાઈ હિંગળાજીયા, તુષારભાઈ વાછાણી, ભાવિનભાઈ પાનસુરીયા, નિતીનભાઈ ફીચડીયા, રાજેશભાઈ ઉનડકટ, રઘુરાજભાઈ સીસોદીયા, રસિકભાઈ કાનાણી, મનસુખભાઈ ધારસંડીયા, પુનીતભાઈ કોટેચા, માધવભાઈ ફીચડીયા, પ્રભુદાસભાઈ તન્ના, જયંતિભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર તથા મહાપ્રસાદ મંડાણ વ્યવસ્થામાં સર્વશ્રી જેરામભાઈ વાડોલીયા, ગોકળભાઈ નડીયાપરા, મનસુખભાઈ નડીયાપરા, લલિતભાઈ વાડોલીયા, હરેશભાઈ વાડોલીયા, રીતેશભાઈ લાઠીયા, ચેતનભાઈ નડીયાપરા, કિશનભાઈ નડીયાપરા, નિતીનભાઈ નડીયાપરા, કિશોરભાઈ સંચાણીયા, રમેશભાઈ વાડોલીયા, પ્રજાપતિ મહિલા મંડળ, ફુલભાઈ હદવાણી, ચિરાગભાઈ રાજપરા, ધનસુખભાઈ વેકરીયા, વિરજીભાઈ પરસાણા, નરેશભાઈ નારીયા, ફુલભાઈ સંઘાણી, મનીષભાઈ વિરાણી, નિકુંજભાઈ અકબરી, વિરજીભાઈ વસોયા, સુરેશભાઈ સીદપરા, ચુનીભાઈ બાલધા, ભરતભાઈ સંચાણીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
ચાંદીના સુખપાલમાં બિરાજમાન શ્રી વલ્લભપ્રભુ સાથેની શોભાયાત્રા નિયતરૂટ પર ફરી હતી
રાજકોટ : આચાર્યશ્રીઓએ સ્વયં શ્રીમદ્ વલ્લભપ્રભુના ચાંદીના સુખપાલ (પાલખી)ને પોતાના ખંભે વહન કરી ‘જય ઘોષ' પૂર્વક શોભાયાત્રાનો આરંભ કરાવ્યો હતો. બેન્ડવાજાઓની સુરાવલીઓ સાથે ઘોડા બગ્ગીમા ‘શ્રી વલ્લભપ્રભુ'નું સ્વરૂપ બિરાજમાન કરી નિયતરૂટ પર ફરેલ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાયુ. માગોમાં સમિતિ દ્વારા ઠંડા જલ, વરીયાળી, લીંબુ શરબત, આઈસ્ક્રીમ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
૮ હજારથી વધુ વૈષ્ણવોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યોઃ પ હજાર મણ લીલો ચારો ગૌશાળાઓને અર્પણ
રાજકોટ : આ પ્રસંગે ૮૦૦૦થી વધુ વૈષ્ણવોએ દિવ્ય મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. ઉત્સવની સવારથી જ સાત સ્વરૂપ હવેલી ખાતેની ગૌમાતાઓને ૨૦૦૦ કિલો લાડુ તેમજ ૩૦ જેટલી ગૌશાળાઓમાં ૫૦૦૦ મણથી પણ વધુ લીલો ચારો રવાના કરાયો હતો. વળી જીવદયા / માનવ સેવા રૂપે વિવિધ અંધ-અપંગ-વળધ્ધ ગળહોમાં નાસ્તા-ભોજન ફ્રુટ-શીરો જેવા વ્યંજનો સાથે ઝુપડ પટ્ટીના બાળકોને ભરપેટ ભોજન કરાવાયું હતું.
(2:31 PM IST)










