તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાજકોટમાં વધુ એક વખત મટન-ફીશના ૬ વેપારીઓ ઝપટે ૬૦ હજારનો આકરો દંડ ફટકારતા એડી. કલેકટર બારોટ
આગામી દિવસોમાં ભેળસેળ-નમુના ફેઈલ અંગે કડક ચેકીંગ કરવા અધિકારીઓને સૂચના

રાજકોટ, તા.૨૪: નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ અગાવ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડએન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી સાત ધંધાર્થીઓને કુલ ૭૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, અધિક કલેકટરશ્રી બારોટે અઠવાડીયામાં બીજી વખત મટન-ફીશના વેપારીઓને મોટો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક સ્થળો અને દુકાનોમાંથી ફૂડસેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને હવે આ બધામાંથી છ જેટલા ધંધાર્થીઓને ત્યાંથી લીધેલા નમૂનાઓ ફેઈલ થયા હતા તમામને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો છે.પરા બજાર અને કુવાડવા વિસ્તારમાં અત્યંત ગંદકી તેમજ અસ્વચ્છ પરિસ્થિતિ માં અને વગર સ્ટેમ્પ વાળું મીટ તેમજ ચિકન વેચતા ૬ વેપારીઓ ઝડપાયા છે. આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પ્રત્યેકને રૂ.૧૦,૦૦૦ લેખે કુલ રૂપિયા ૬૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જેમાં ઇકબાલભાઇ યુસુફભાઇ ચૌહાણ, નસીબ મટન શોપ, કળષ્ણપરા, પરા બજારને રૂ.૧૦ હજાર, રફીકભાઇ બચુભાઇ માંડલીયા અજમેરી ચીકન શોપ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર, સલીમ અહેમદભાઇ ચૌહાણ મટન શોપ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર, ઉમરભાઇ રહેમાનભાઇ કાછોટીયા, કાછોટીયા મટન શોપ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર, અબ્દુલભાઇ સિતારભાઇ આબદાણી, ઇસ્માઇલભાઇ આબદાણી, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર, યુસુફ ગનીભાઇ જસરાયા, નાઝનીન ફીશ શોપ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર અને શકીર અબ્બાસભાઇ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને રૂ.૧૦ હજાર સહિત કુલ ૬૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્રની કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર અને અસ્વચ્છ માંસ-ચિકનનું વેચાણ કરતા અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓ અને ખાસ કરીને નોન-વેજ શોપ્સ પર આવી કડક ચકાસણી ચાલુ રહેશે અને જો કોઈ નિયમોનો ભંગ કરતું જણાશે તો તેની સામે આનાથી પણ વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
(3:37 PM IST)










