તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
પડધરીના તરઘડીમાં જુગાર રમતા રાજકોટના વેપારી સહિત ૬ પકડાયાઃ રૂરલ એલસીબીનો દરોડો
રાજકોટનો ગીરીશ ફળદુ ગોલ્ડન એકર સોસાયટીના મકાનમાં જુગાર રમાડતો'તોઃ ૬.૩૬ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ર૩: પડધરીના તરઘડી ગામની સીમમાં સોસાયટીના મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત ૬ શખ્સોને ૬.૩૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે. પી. રાવ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો. સબ ઇન્સ. એચ. સી. ગોહિલ તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો દારૂ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવા સારૂં પડધરી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકિકત આધારે પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં, કેશરઢાણી હોટલની પાછળ આવેલ ગોલ્ડન એકર સોસાયટીમાં આવેલ પ્લોટ નં. ૩૧ માં ગીરીશભાઇ કાનજીભાઇ ફડદુ રહે. રાજકોટ વાળાના કબજા ભોગવટાના મકાનમાં જુગાર અંગેની રેઇડ કરી કુલ છ ઇસમોને રોકડ રૂપિયા ૧,૪૬,૧૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૬,૩૬,૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પડધરી પો. સ્ટે. જુગાર ધારા કલમ-૪, પ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂં પડધરી પો. સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાન માલીક (૧) ગીરીશભાઇ કાનજીભાઇ ફડદુ ધંધો-નિવૃત રહે. ભવનાથ પાર્ક, ૪૦ ફુટ રોડ, મવડી વિસ્તાર, રાજકોટ (ર) મનસુખભાઇ હીરાભાઇ વોરા ધંધો-ખેતી રહે. સંસ્કાર સીટી, રામધણની બાજુમાં, મવડી ગામ રાજકોટ (૩) નીલેશભાઇ મણીલાલ પાટડીયા ધંધો-મજુરી રહે. મીલપરા મેઇતન રોડ, આદીનાથ એપાર્ટમેન્ટ, રાજકોટ (૪) નીતીનભાઇ ગોવિંદભાઇ રામાણી ધંધો-ખેતી રહે. નવનીત હોલ પાસે, હરીઘવા રોડ, રાજકોટ. (પ) નરશીભાઇ બાબુભાઇ ગઢીયા ધંધો-બાંધકામ રહે. મવડી રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, પટેલ બોર્ડીંગ સામે, રાજકોટ તથા (૬) નીકુંજભાઇ બાવાલાલ પરસાણા ધંધો-વેપાર રહે. કોઠારીયા રોડ, શ્રીરામ પાર્ક, રાજકોટનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપીયા ૧,૪૬,૧૦૦/- મોબાઇલ ફોન નંગ-૭ કિ. રૂ. ૯૦,પ૦૦ તથા વાહન બ્રેઝા ફોરવ્હીલ કાર કિં. રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ ૬,૩૬,૬૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય LCB ના PI જે. પી. રાવ, PSI એચ. સી. ગોહીલ, PSI કે. એમ. ચાવડા PSI આર. વી. ભીમાણી, PSI પી. એન. ભરવાડ, ASI રવીદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી HC શીવરાજભાઇ ખાચર, પ્રતાપસિંહ સોલંકી, અલ્પેશભાઇ રાઠોડ, છત્રપાલસિંહ જાડેજા તથા PC ભાવેશભાઇ મકવાણા તથા મીરલભાઇ ચંદ્રવાડીયા દ્વારા કરવામાં આવી હતી.
(3:40 PM IST)










