<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

કોમ્‍બીંગ નાઇટમાં છરી સાથે ૬૦, દારૂ પીધેલા ૪૬ પકડાયા

કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને ગુનેગારો પર પોલીસની ધાક રહે તે માટે પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનરની સુચનાથી કાર્યવાહી : શહેરના તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ અને તેમની ટીમો દ્વારા પોતપોતાના વિસ્‍તારોમાં મોડી રાતથી સવાર સુધી ડ્રાઇવ યોજાઇઃ પકડાયલા તમામ સામે ગુના દાખલ કરવામાં આવ્‍યા

 

રાજકોટ તા. ૨૭: શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ ગુનેગારો પર પોલીસની ધાક રહે તે માટે રવિવારે રાતે શહેરભરના પોલીસ સ્‍ટેશનોના ઇન્‍ચાર્જ અને તેમની ટીમો દ્વારા ખાસ કોમ્‍બીંગ નાઇટનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ વિસ્‍તારોમાંથી છરી સાથે નીકળનારા ૬૦ શખ્‍સોને અને દારૂ પીધેલા, દારૂ પી વાહન હંકારી નીકળનારા ૪૬ને પકડી લઇ કાયદાનું ભાન કરાવાયું હતું. તમામ પોલીસ સ્‍ટેશનની ટીમો દ્વારા આ કોમ્‍બીંગ નાઇટ પોતપોતાના વિસ્‍તારોમાં યોજાઇ હતી.

 એ-ડિવિઝન, બી-ડિવીઝન, થોરાળા, પ્રદ્યુમનનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, ભક્‍તિનગર, તાલુકા પોલીસ સ્‍ટેશન તેમજ કુવાડવા રોડ, એરપોર્ટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી અલગ-અલગ શખ્‍સો સામે હથિયારબંધી જાહેરનામા ભંગના અને દારૂ પીવાના, દારૂ રાખીને નીકળવાના તેમજ પીને વાહન હંકારવાના ગુના દાખલ થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીકે તમામ પોલીસ સ્‍ટેશનોના ઇન્‍ચાર્જને ખાસ કોમ્‍બીંગ નાઇટ યોજવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ ડ્રાઇવ યોજાઇ હતી. છરી સાથે પોલીસે શખ્‍સોને પકડયા તેમાં એ-ડિવિઝન પોલીસે રામનાથપરા ભવાનીનગર શેરી નં-૦૩માં રહેતો કાર્તિક દીલીપભાઈ ગોહેલને જીલ્લા ગાર્ડન પાસેથી પકડયો હતો.

થોરાળા પોલીસે ભાવનગર રોડ ગંજીવાડાના નાકે, રાજમોતી મીલ પાસે, ચુનારાવાડ ચોક, અમુલ સર્કલ, દુધસાગર રોડ પરથી શિવાજીનગર શેરી નં. ૨૬ના રોહીત ઉર્ફે માથારો રાજુભાઇ મકવાણા, રેલનગર મેઇન રોડના રવી ઉર્ફે દકળ મનસુખભાઇ સોલંકી, મયુરનગર શેરી નં. ૦૪ના જયદીપ મનસુખભાઇ ફતેપરા, મનહર સોસાયટી શેરી નં. ૦૩ના ે મયુર ઉર્ફે ભુરો ભુપતભાઇ ઓળકીયા, રાવણ ચોક રાજમોતી મીલ સામે રહેતો નીતીન વિનોદભાઈ દેગામા, શ્રી રામ સોસાયટી શેરી નં. ૧૦ના સચીન મહેશભાઈ ચાવડા, કુબલીયાપરા શેરી નં. ૦૫નો આઝાદ દીપકભાઇ સોલંકી, દૂધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરના ભાવેશ મગનભાઇ અને ભગવતી સોસાયટી શેરી નં. ૨ના અખ્‍તરહુશેન અબ્‍દુલભાઇ સુમરાને પકડયા હતાં.

જ્‍યારે પ્ર.નગર પોલીસે બહુમાળી સર્કલ, હોસ્‍પિટલ ચોક, રેલનગર પાસેથી સત્‍ય સાંઈ રોડ પર ચૈતન્‍ય બંગ્‍લોઝમાં રહેતાં નેવીલ સંજયભાઈ હદવાણી, દૂધસાગર રોડ શિવાજી નગર શેરી નં. ૧૨/૨ના વીજય દેવજીભાઈ દેવીપૂજક, નવરંગ પરા શેરી નં.૧ના ઘનશ્‍યામ હસમુખભાઈ સોલંકી, શીયાણી નગર ભવાની ચોક પાસે રહેતાં અજીત હમીરભાઈ મકવાણા અને બજરંગવાડી શેરી નં. ૧૪ના અજય ધનજીભાઈ પાટડીયાને છરી સાથે પકડયા હતાં.

તેમજ ગાંધીગ્રામ પોલીસે શીતલ પાર્ક મેઇન રોડ ઝૂંપડપટ્ટીમાં રહેતોં લાલા વિરમભાઇ સાડમીયા, યુનિવર્સિટી રોડ ભગવતસિંહ ગાર્ડન પાસે રહેતો ગૌતમ ભીખુભાઈ રામાણી, વૈશાલી નગર શેરી નં. ૧૦નો સાગરભાઇ બીપીનભાઇ હેરમા અને ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૨૦૫નો ફારૂક બસીરભાઇ મલેકને ૧૫૦ રીંગ રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, રૈયા ચોકડી, ચીથરીયા પીરની દરગાહ પાસેથી છરી સાથે પકડયા હતાં.

યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પર્લ પ્‍લાઝા એપાર્ટમેન્‍ટના રોહન રમેશભાઇ નેપાળી, રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપના  ભાવિન મનોજભાઇ ભોલા, યાજ્ઞિક રોડ ઠક્કરબાપા હરીજનવાસના અમીત મંગલભાઇ પરમાર, નાગેશ્વર જીનેશ્વર એપાર્ટમેન્‍ટના પ્રશાંત વિનોદરાય સિમેજીયા, ભારતીનગર શેરી નં. ૦૪ના પાર્થ અતુલભાઇ નિમાવત, રૈયાધાર મફતિયાપરાના ગિરીશ માલજીભાઇ વાઘેલા, અયોધ્‍યા ચોક સેફ્રોન એપાર્ટમેન્‍ટના વક્રમ રમેશભાઇ નેપાળી અને ગુરૂજીનગર આવાસ યોજનાના મિતેશ રમેશભાઇ પરમારને કેવલમ આવાસ પાસે, રૈયા ગામ, રૈયાધાર, ગુરૂજીનગર, ટોપલેન્‍ડ સોસાયટી પાસેથી  છરી સાથે પકડી લીધા હતાં.

ઉપરાંત માલવીયાનગર પોલીસે નાના મવા રોડ નેહરૂનગર શેરી નં. ૫ના નીરજ બહાદુરસિંહ દેવડા, મવડી જુના વણકરવાસ શેરી નં. ૨નો સુંદરબહાદુર ધંતબહાદુર સરકી, લક્ષ્મીનગર શેરી નં. ૦૨ના  શરીફ રહીમભાઇ ભાસ, મવડી વૈદવાડી શેરી નં. ૦૨ના અભેસીંહ મોનાભાઇ પગી, મવડી પ્‍લોટ નવલનગર શેરી ૧૮ના હેમંત  રમેશભાઇ સોઢા, અમરનગર શેરી નં. ૮ના  દિનેશ શ્રીરામજસ યાદવ, નવલનગર શેરી નં. ૩ના ખૂણે રહેતાં મયુર જગદીશભાઇ મોરબીયા, સ્‍વામી નારાયણનગર મેઇન રોડના દિવ્‍યરાજસિહ સુખદેવસિહ રાણા,  શ્રીધર એપાર્ટમેન્‍ટમાં રહેતાં જય મનીષભાઈ કથરેચા તેમજ ખોડીયારનગર શેરી નં. ૧માં રહેતા હિતેષ વિનોદભાઇ સોલંકી અને સલિમ પરવેઝભાઇ શેખને નવલનગર, મવડી રોડ અશોક ગાર્ડન, લક્ષ્મીનગર નાલા પાસે, વૈદવાડી, અતિથી ચોક, ગુરૂપ્રસાદ ચોક, સ્‍વામિનારાયણ ચોક, ખોડીયારનગર રોડ પરથી છરી સાથે પકડયા હતાં.

તાલુકા પોલીસે સ્‍પીડવેલ ચોક ગોવાણી છાત્રાલય પાછળ રહેતાં અર્જુન ઉર્ફે અજુ વેરશીભાઇ માથાસુરીયા, મોટા મવા ચંદુભાઇ પરસાણાની વાડી પાસે રહેતાં ગોપાલ બેનાભાઇ મદુરીયા, મોટા મવા સ્‍મશાન પાસે રહેતોં ગોરધન જકશીભાઇ સાડમીયા અને વકીલની વાડી સામે રસુલપરામાં રહતાં અદનાન અબ્‍દુલવહાબભાઇ સૈયદને ઠાકર ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, ગ્‍વાલીયા રેસ્‍ટોરન્‍ટ પાસે, અર્બન ડેક નજીકથી છરી સાથે પકડી લીધા હતાં.

જ્‍યારે કુવાડવા રોડ પોલીસ, એરપોર્ટ પોલીસ અને ભક્‍તિનગર પોલીસે નવાગામ આણંદપર મફતિયાપરાના અજય વાયાભાઇ મકવાણા, વાંકાનેરના પીપરડી ગામના રમેશ થોભણભાઇ સિંધવ, બામણબોર જીઆઇડીસીના જયેશ વીરજીભાઇ ધરજીયા, ચોટીલા અપના નગર શેરી નં. ૧ના હરેશ ચાપરાજભાઇ ખાચર, નવાગામ બામણબોરના રમેશ  વેરશીભાઇ પરમાર, કાળા પથ્‍થર ક્‍વાર્ટર આનંદનગર કોલોનીના કમલેશ  પુનમચંદ ડોરીયા અને લલુડી વોંકળી સોરઠીયાવાડી સર્કલ પાસે રહેતાં તુલસી રાજુભાઇ સોલંકીને છરી સાથે નવાગામ, વાંકાનેર રોડ ખેરવા પાટીયા પાસે, બામણબોર,રાજકોટ અમદાવાદ હાઇવે ગોપાલ હોટેલ પાસે અને બામણબબોરના પાટીયા પાસેથી છરી સાથે પકડયા હતાં.

જ્‍યારે દારૂ પીધેલા પકડાયા તેમાં એ-ડિવીઝન પોલીસે જૂની જેલ સામે ભવાનીનગર મેઇન રોડ પર રહેતો ઇમરાન અશરફભાઇ મોદી દારૂ પી સીએનજી રિક્ષા હંકારી જીલ્લા ગાર્ડન પાસે નીકળતાં, કેવડાવાડી શેરી નં. ૧માં રહેતો કાર્તીક મૃત્‍યુંજય મંડલ એક્‍ટિવા ગરૂડ ગબરી ચોકમાંથી, અમીનમાર્ગ પર કોટેચા ચોક પાસે રહેતો અજય ધીરૂભાઇ બોહકીયા હોસ્‍પિટલ ચોકમાં રામકળષ્‍ણ નગર શેરી નં. ૦૨, મંજુ તિર્થ ફ્‌લેટ નં. ૨૦૧માં રહેતો હાર્દિક ભરતભાઇ પાટડીયા એક્‍ટિવા સાથે હેમુ ગઢવી હોલ નજીકથી દારૂ પીધેલો પકડયો હતો. તેમજ ભરત દુલાભાઇ ઓડેદરા પણ હેમુ ગઢવી હોલ પાસે દારૂ પીધેલો પકડાયો હતો.

ભક્‍તિતનગર પોલીસે બાબરીયા કોલોનીના વિજય કાનજીભાઇ ખેર, થોરાળાના ધવલ વસંતભાઇ સોલંકી, નવલનગરના ધરમ પરેશભાઇ કતીયરા, મહિકાના સુરેશ બાવનજીભાઇ સરવૈયા, કોઠારીયા સોલવન્‍ટના મોહીન મહદમભાઇ મીર, વિજયનગરના કિશોર હંસરાજભાઇ મહેમદાબાદીને દારૂ પીધેલી હાલતમાં વાહન લઇ નીકળતાં ગાયત્રીનગર રોડ, સોરઠીયા વાડી સર્કલ, નાગરિક બેંક ચોકમાંથી પકડયા હતા.

થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી રણછોડનગરના દીપક હરિલાલ માલવીયાને, મનહરપરાના મહેબુબ કાસમભાઇ કાકવાને, આજીડેમ ચોકડીએ રહેતાં કરણબહાદુર પ્રેમબહાદુર મહતારાને, કબીરવન સોસાયટીના વૈભવ રસીકભાઇ મકવાણાને, કનકનગરના ભરત સવજીભાઇ સોરાણીને દારૂ પી વાહન હંકરાી નીકળતાં પકડી લીધા હતાં.

આજીડેમ પોલીસે સાઇબાબા સર્કલ પાસેથી ધીરૂ આંબાભાઇ સાવલીયા, કોઠારીયા સોલવન્‍ટના રાકેશ શેષનાગ જાદવ, પવન સુભાષભાઇ ખંડેરાવ, જીતેન તેજારામ ગરોળા અને કોઠારીયા સોલવન્‍ટના દુર્ગેશ ભગવતીપ્રસાદ પાસવાન, ખોડીયારનગરના દર્શન દુધાભાઇ મેથાણીયાને  દારૂ પી વાહન હંકારતા અને માજોઠીનગરના રહીમ બાબુભાઇ શેખને રિક્ષામાં દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. તેમજ હરસિધ્‍ધી પાર્કના રમેશ ચનાભાઇ ભરાડીયાને પણ દારૂ પીધેલો પકડાયો હતો.

પ્ર.નગર પોલીસે જંકશન રેલ્‍વે સ્‍ટેશન પાસે, પારસી અગીયારી ચોક, જામટાવર ચોક, બહુમાળી ભવન સર્કલ પાસેથી પોપટપરાના બળદેવ ઉર્ફે બળીયો રાજેશભાઇ ફેતપરા, લાલજી શામજીભાઇ વાવેચા, કાશી વિશ્વનાથ પલોટના દર્શીત હરેશભાઇ પરમારને અને બજરંગવાડીના રવિ બીજલભાઇ લાલવાણીને દારૂ પી રિક્ષા, ટુવ્‍હીલર હંકારી મોડી રાતે નીકળતાં પકડી લીધા હતાં.

ગાંધીગ્રામ પોલીસે વર્ધમાનનગરના રાજાભૈયા ઇશ્વરદીન શાહુને માધાપર ચોકડીએ દારૂ પી હોન્‍ડા હંકારતા, પોપટપરાના નદીમ હનીફભાઇ સેતાને રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે દારૂ પી વાહન હંકારતા પકડયા હતાં.

યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરા વંડા પાસેથી રૈયા રોડ પર રહેતા રમેશ દેવરાજભાઈ નાયુડુ, શાંતિનગર ગેટ પાસે રોડ પરથી ઉપલેટાના કૈલાશનગર સોસાયટીના રવી ભાવેશભાઈ ભેડા,  રૈયાધાર મફતીયપરા દશામાના મંદિર પાસે કાચા રસ્‍તા પરથી આનંદ રેસિડેન્‍સી પાસે રહેતા પદમબહાદુર રામબહાદુર નેપાળીને,  ૧૫૦ ફુટ રીંગ રોડ પર સેકન્‍ડ વાઇફ હોટલ પાસેથી જીવરાજપાર્ક ૨૦૪ બી વિંગના હાર્દિક જયેશભાઈ ધાણકને,  ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરથી કાલાવડ રોડ પર રહેતા જીતુ મનસુખભાઈ સોલંકી અને શિવ શક્‍તિ એન્‍ટરપ્રાઇઝ પાસે જાહેર રોડ પરથી કાલાવડ રોડ ચિત્રકુટ એપાર્ટમેન્‍ટમાં રહેતા જય કીરીટભાઈ રાવલને નશામાં વાહન હંકારતા પકડયા હતાં.

તેમજ માલવીયાનગર પોલીસેં નાના મૌવા મેઇન રોડ દેવનગર પાસે રહેતાં આનંદ રતિલાલ વાઘેલાને અમરનગર શેરી નં.૭ ના ખૂણેથી, અમરનગર ૨માં રહેતા હરપાલસિંહ દિલીપસિંહ ઝાલાને, અમીનમાર્ગ રવિવારી શાક માર્કેટ ગ્રાઉન્‍ડ પાસેથી શ્રીનાથજી સોસાયટીના રાજુ ફુલાભાઈ બારૈયાને, ગોંડલ રોડ દક્ષિણ મામલતદારની કચેરી સામેથી મવડી પ્‍લોટના રામચંદ્ર માંગીલાલ મકવાણાને અને લોધેશ્વર સોસાયટી સામેથી ગૌડલ રોડના કિરીટ પ્રતાપભાઈ ઝરીયાને તથા કોટેચા ચોક પાસે ક્‍વોર્ટર પાસેથી બેડીનાકા પાસે રહેતા દેવાંગ દિપકભાઈ પ્રધાનને દારૂ પીધેલી હાલતમાં પકડયા હતાં.

તાલુકા પોલીસે મવડી કણકોટ રોડેથી જીવરાજ પાર્કના હર્ષ હિતેભાઇ ભુત, ગોંડલ રોડ ખોડિયાર હોટેલ પાછળ રહેતાં મીત મનસુખભાઇ ભાલોડીયાને વાવડી રોડ પરથી દારૂ બી વાહન હંકારતા પકડી લીધા હતાં. કુવાડવા રોડ પોલીસે નવાગામ દેવનગર પાસેથી રાજા લલનભાઇ ચોૈધરીને દેશી દારૂ સાથે, નવાગામ દેવનગર ઢોળા પાસેથી વલ્લભ વાલા મકવાણાને દારૂ પી બાઇક હંકારતા, આજીડેમ ચોકડીના મનિષ ઉર્ફે મનીયો મનસુખભાઇ રાઠોડને કુવાડવા જીઆઇડીસી પાસેથી દારૂ પીધેલા પકડી લેવાયા હતાં.જ્‍યારે હડમતીયા બેડીના અર્જુનસિંહ ભગીરથસિંહ જાડેજાને ગવરીદળ પાસેથી દારૂના ૩ ચપલા સાથે પકડયા હતાં. જ્‍યારે બેડીના સ્‍મશાન નજીકથી બેડલાના અનિલ હંસરાજભાઇ મકવાણા, ભુપત બાબુભાઇ સાકરીયાને દારૂના બે ચપલા સાથે એરપોર્ટ પોલીસે પકડયા હતાં. આમ તમામ પોલીસ સ્‍ટેશનો દ્વારા કોમ્‍બીંગ નાઇટમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(3:41 PM IST)