<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સફાઇ કામ વખતે છઠ્ઠા માળની ગેલેરીમાંથી પટકાતાં ૬૨ વર્ષના શાંતાબેન રાઠોડનું મૃત્‍યુ

માધાપર ચોકડીએ સુંદરમ્‌ સીટી જાસ્‍મીન ફલેટમાં બનાવથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: માધાપર ચોકડી પાસે આવેલા એપાર્ટમેન્‍ટમાં છઠ્ઠા માળની ગેલેરીમાં સાફસફાઇ કરતી વખતે અને કપડા સુકવતી વખતે અકસ્‍માતે નીચે પટકાતાં ૬૨ વર્ષના કારડીયા રાજપૂત પરિવારના વૃધ્‍ધાનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડી નજીક સુંદરમ્‌ સીટી બી-વિંગ જાસ્‍મીન ફલેટ નં. ૬૦૨ ખાતે રહેતાં શાંતાબેન સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધા ૧૪/૧૦ના સવારે દસેક વાગ્‍યે ફલેટની ગેલેરીમાં કપડા સુકવવા ગયા હતાં. આ વખતે ત્‍યાં સાફસફાઇ કરતી વખતે બેલેન્‍સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી.તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે વહેલી સવારે મૃત્‍યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આ બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એ. બી. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.  મૃત્‍યુ પામનાર શાંતાબેન રાઠોડને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ ખેતી કરી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવાર મુળ આણંદપર બાઘીનો વતની છે.  

(3:36 PM IST)