News of Thursday, 11th April 2024
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂના કાકીબા મંગળાબેનનું દુઃખદ અવસાન
આજે સાંજે સાડા છ વાગ્યે દિપકભાઇ જયંતીલાલ પોબારૂના નિવાસસ્થાન : ‘જય મંગલ' ૧૮/૧૯, મનહરપ્લોટ ખાતેથી સ્મશાનયાત્રા નીકળીને રામનાથપરા જશે

રાજકોટ, તા. ૧૧ : શ્રીમતી મંગળાબેન જયંતીલાલ પોબારૂ (ઉ.વ.૯૪) તે સ્વ. જયંતિલાલ મુળજીભાઇ પોબારૂના ધર્મપત્નિ, સ્વ. રાજેશભાઇ, દિપકભાઇ, કલાબેન જીવરાજાની, માલાબેન જોબનપુત્રા, રજુબેન જીવરાજાનીના માતૃશ્રી, માધવ તથા ધવલના દાદીમાંનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્્ગતની સ્મશાનયાત્રા આજે સાંજે ૬.૩૦ કલાકે તેમના નિવાસસ્થાન જય મંગલ, ૧૮/૧૯ મનહર પ્લોટ (દિપકભાઇ જયંતિલાલ પોબારૂ મો. ૯૮ર૪ર ૩૯૩૦૩) ખાતેથી નીકળીને રામનાથપરા સ્મશાને થશે. સ્વ. મંગળાબેન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પ્રભુદાસભાઇ પોબારૂના કાકીબા થાય છે.
(5:20 PM IST)










