News of Thursday, 11th April 2024
કાલે આહિર સેના દ્વારા રાજકોટ કલેકટરને આવેદન પત્ર અપાશે
વાળંદ સમાજના અમુક લોકો દ્વારા મજોકોઠા આહીર સમાજ નામનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવીને રાજકોટમા વાર્ષિક સ્વાભિમાન સંમેલન માટે વાળંદ સમાજના અમુક લોકો આહીર સમાજના બેનરનો દુરુપયોગ કરતા હોવાની હિલચાલથી રોષ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૧: કાલે આહિર સેના દ્વારા રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાશે.
આહિર સેના દ્વારા જય મુરલીધર સાથ જણાવ્યું છે કે વાળંદ સમાજના અમુક લોકો દ્વારા મજોકોઠા આહીર સમાજ નામનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવીને આગામી દિવસોમાં રાજકોટ ખાતે વાર્ષિક સ્વાભિમાન સંમેલન યોજવા જઈ રહ્યા છે તો આ વાળંદ સમાજના અમુક લોકો આહીર સમાજના બેનરનો દુરુપયોગ કરતા હોય આ બાબતે સમસ્ત આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. સમસ્ત આહીર સમાજે કાલે તા.૧૨ ને શુક્રવારે સવારે ૧૧ કલાકે કલેકટર કચેરી રાજકોટ ખાતે અચૂક હાજર રહેવા સમસ્ત આહીર સમાજ ગુજરાત વતી જામનગર આહિર સેના પ્રમુખ ગીરીષભાઈ ડેરની યાદીમા જણાવેલ છે.
(5:20 PM IST)










