<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

કલેકટર ઉપરાંત DSO પાસે પણ ઉમેદવારો ફોર્મ ભરી શકશેઃ ઉમેદવારોની લાઇનો લાગશે તો ‘‘ટોકન'' પધ્‍ધતિ

ફોર્મ ચૂંટણી શાખામાંથી મળશેઃ સામાન્‍ય ઉમેદવાર માટે ડીપોઝીટ રપ હજારઃ SC / ST માટે ૧ર,પ૦૦ ફાઇનલ... :કલેકટરની ચેમ્‍બરમાં ફોર્મ ભરવા સમયે કલેકટર ઉપરાંત ત્રણ એડી. કલેકટર-મામલતદાર ખાસ હાજર રહેશે : ખર્ચના ઓબઝર્વર આજે સાંજે રાજકોટમાં

રાજકોટ તા. ૧૧: રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે કાલે જાહેરનામું બહાર પડશે. કાલથી ફોર્મ લઇ શકાશે અને ભરી શકાશે.

દરમિયાન કલેકટર કચેરીના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોઇપણ ઉમેદવાર કલેકટર શ્રી પ્રભવ જોષી ઉપરાંત કલેકટર કચેરીના બીજા માળે જીલ્લા પુરવઠા અધીકારી શ્રી રાજેશ્રી બંગવાણી પાસે પણ ફોર્મ ભરી શકશે, કલેકટરે તેમને ખાસ જાહેરનામા દ્વારા હેડ કવાર્ટર ARO તરીકે જાહેર કર્યા છે.

દરમિયાન કલેકટર સમક્ષ ફોર્મ ભરવા સમયે કલેકટરની ચેમ્‍બરમાં કલેકટર ઉપરાંત ત્રણ એડી. કલેકટરો સર્વશ્રી ચેતન ગાંધી, નારણ મુછાર, શ્રી મીયાણી તથા મામલતદાર શ્રી લૂણાગરીયા ખાસ હાજર રહેશે, જેથી કરીને ધડાધડ ચેકીંગ કાર્યવાહી થઇ શકે.

ફોર્મ ભરવા સમયે ઉમેદવાર પોતે તથા તેમના ૪ ટેકેદારો મળી કુલ પ લોકો જ આવી શકશે. તેમજ ૧૦૦ મીટરની અંદર ૩ થી વધુ ગાડી લાવી નહિ શકે.

ઉમેદવારોને કાલથી ફોર્મ કલેકટર તંત્રની બીજા માળે આવેલી ચૂંટણી શાખામાંથી એડી. કલેકટર શ્રી મીયાણી પાસેથી મળી શકશે, ફોર્મ ભરવાનો સમય સવારે ૧૧ થી બપોરે ૩ સુધીનો રહેશે, શ્રી મીયાણી ફોર્મ સંદર્ભે નોડલ ઓફીસર તરીકે નિયુકત કરાયા છે.

આ ઉપરાંત એક જ દિવસે ફોર્મ ભરવાની ઉમેદવારોની લાઇનો લાગશે ‘‘ટોકન'' સિસ્‍ટમ અપનાવાશે. સામાન્‍ય ઉમેદવાર માટે ફોર્મ ભરવા સમયે ડીપોઝીટ રપ હજાર તો એસસી અને એસ.ટી. ઉમેદવાર માટે ૧રપ૦૦ ડીપોઝીટ રહેશે.

દરમિયાન ખર્ચના ઓબઝર્વર ર૦૦૪ની બેચના શ્રી માધબચંદ્ર મીશ્રા આજે સાંજે રાજકોટ આવી રહ્યા છે, તેઓ કાલે કલેકટર-ડીડીઓ સાથે મીટીંગ કરશે.

 

(5:32 PM IST)