<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડો શેરબજારમાં ૧૯ હજાર કરોડથી વધુ ઠાલવે છેઃ શેરબજારમાં ૮ ટકા લોકો સામેલ

લોકોનું રોકાણ ૫૦ ટકાએ પહોંચે તો ઇન્‍ડેક્ષ ૧ લાખ ઉપર ચાલ્‍યો જાય..

રાજકોટ,તા. ૧૨: ભારત જેવા દેશમાં ૧૪૦ કરોડની વસ્‍તીમાં હજુ ૮ થી ૧૦્રુ લોકોની પણ ભાગીદારી શેર બજારમાં જોવા મળતી નથી. જયારે અન્‍ય દેશોમાં આ આંકડો ક્‍યાંય વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને વિકસિત દેશોમાં આ આંકડો ખૂબ વધારે છે. ભવિષ્‍યમાં પણ ૮ થી ૧૦%ને બદલે ૨૫%થી લઈને ૫૦% લોકો પણ જો શેર બજારમાં કોઈ પણ પ્રકારે નાનું મોટું રોકાણ કરશે અથવા તો રોકાણ વધારશે તો સેન્‍સેક્‍સ લાખોમાં બોલાશે.

શેર બજારમાં મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા મહિને એસ.આઈ.પી માં ૧૯,૦૦૦ કરોડથી વધુ આવી રહ્યું છે. આ આંકડો ખૂબ જ મોટો થશે. આ રોકાણ પણ શેર બજારમાં ઠલવાઈ રહ્યું છે અને આગળ જતા ઠલવાશે.

આમ, જોવા જઈએ તો શેર બજાર એક ફૂલી ઓર્ગેનાઇઝડ બજાર છે .બીજી બજારો કરતા ટેકનોલોજી માં ઘણું આગળ છે. વિશ્વના અનેક દેશો કરતા ભારતના શેર બજારો ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ છે.

બેંક ડિપોઝિટસ કરતા રિટર્ન પણ ખૂબ જ સારું શેર બજાર આપી રહી છે. શેર બજાર સિવાય ના કોમોડિટીઝ બજારોમાં પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્‍યો છે. નજીકના ભવિષ્‍યમાં અનેક નવા વાયદાઓ ભારત સરકાર શરૂ કરવા જઈ રહી છે.

 શેર બજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્‍યાનુસાર આગામી ૧૦ વર્ષ શેર બજારના છે. અસંખ્‍ય આઈ.પી.ઓ આવશે. બજારમાં તેજીનું વાતાવરણ બનશે. vodafone idea જેવી કંપની પણ એફ.પી.ઓ લાવી રહી છે.

આગામી સમયમાં રોકાણકારો શેર બજારમાં રોકાણ વધારશે. લોકોનું શેર બજારનું અભિગમ બદલાઈ રહ્યો છે. અગાઉ શેરબજારને સટ્ટા બજાર ની જેમ જોવાતું હવે લોકો શેરબજારને એક રોકાણની દ્રષ્ટિએ જુએ છે અને રોકાણ કરવાના એક સારા ટુલ્‍સ તરીકે શેરબજારને જોઈ રહ્યા છે જે ખૂબ જ સારી વાત છે.

 

(6:09 PM IST)