<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

રાજકોટ - જામનગરની બહેનો સાથે થયેલા વર્તાવ સામે કાલે શહેર - જીલ્લા - તાલુકા ‘કમલમ' કાર્યાલયે આવેદન

૧૯ દિવસ બાદ પણ રૂપાલા મામલે વિવાદ શાંત પડતો નથી

રાજકોટ, તા.૧૨: રાજકોટ સંસદીય મત વિસ્‍તારના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રિય મંત્રી પરશોતમ રૂપાલાએ એક જાહેર સભામાં કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલો રોષ આજે ૧૯ દિવસ પછી પણ શાંત પડયો નથી. ક્ષત્રિયોના વિરોધ અટકવાનું નામ લેતા નથી અને બીજી બાજુ ભાજપ પણ ટસનો મસ નથી થતો ભાજપના સીનીયર નેતાઓ કે હાઇકમાન્‍ડે આ વિશે હવે કંઇ ન બોલવાની રણનીતિ અપનાવી છે. પક્ષ તરફથી કોઇ પ્રતિક્રિયા જ નથી. જાણે કંઇ થયુ જ નથી અને રૂપાલા પણ રંગેચંગે પ્રચારમાં લાગી ગયા છે.

આ દરમ્‍યાન રાજકોટ અને જામનગરની બ્‍હેનો સાથે થયેલા વર્તન સંદર્ભે આવતીકાલે શહેર - તાલુકા અને જીલ્લાના કમલમ કાર્યાલય પર આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ સંકલન સમિતિ વતી પ્રવકતા કરણસિંહ ચાવડાએ જણાવ્‍યુ છે.

સંકલન સમિતિ વતી કરણસિંહ ચાવડાએ બ્‍હેનો સાથે થયેલા વર્તનને કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય અને તે સામે આવતીકાલે શહેર - જીલ્લા - તાલુકા મથકે કમલમ કાર્યાલય પર આવેદન પત્ર પાઠવવાનો નિર્ણય લેવાયો છે. તેમણે બધી સંસ્‍થાઓને સાથે રહી આવેદન પત્ર પાઠવવા જણાવ્‍યુ છે.

 

(6:13 PM IST)