News of Saturday, 13th April 2024
માધાપર ચોકડી પાસે ઇકો કારના ચાલકે સ્વીફટને ઠોકરે લીધીઃ દાદી-પોૈત્રીને ઇજા
દૂધ સાગર રોડ પર રહેતાં યાસીનભાઇ કાર ચલાવતાં હતાઃ તેની દિકરી અને માતા ઘવાયાઃ જામનગર રોડ તરફથી આવેલો ઇકોનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ માધાપર ચોકડી નજીક ગાંધી સોસાયટી પાસે રાતે એકાદ વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ઇકો કારનો ચાલક સ્વીફટ કારને ઠોકરે લઇ ભાગી જતાં કારમાં બેઠેલા દાદી-પોૈત્રીને ઇજાઓ થઇ હતી.જાણવા મળ્યા મુજબ દૂધ સાગર રોડ પર શ્રમજીવી સોસાયટી-૩માં રહેતાં યાસીનભાઇ નાઝીરભાઇ શેખ (ઉ.વ.૪૪) ગઇકાલે પોતાની કારમાં માતા રઝીયાબેન નઝીરભાઇ શેખ (ઉ.વ.૬૦) અને દિકરી યામીના યાસીનભાઇ શેખ (ઉ.વ.૧૬)ને બેસાડી ગાંધી સોસાયટીમાં સગાના ઘરે બેસવા આવ્યા હતાં. રાતે એકાદ વાગ્યે પરત પોતાની ઘરે જવા નીકળ્યા ત્યારે ગાંધી સોસાયટીનો ઢાળ ચડી રોડ પર પહોંચ્યા ત્યાં જ જામનગર રોડ તરફથી આવતી ઇકો કારનો ચાલક સ્વીફટને ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં રઝીયાબેન અને પોૈત્રી યામીનાને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(11:44 AM IST)










