<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

૧૧ લાખનો ચેક પાછો ફરતાં મુંબઇની પેઢી વિરૂધ્‍ધ કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ તા.૧૨: રૂ. ૧૧-લાખનો ઓટોમોબાઈલ્‍સના માલ પેટેનો ચેક રિટર્ન થતા મુંબઈની પેઢી સામે ફરિયાદ થતાં કોર્ટે સમન્‍સ ઈસ્‍યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મેટોડા જી. આઈ. ડી. સી. મુકામે મનીષભાઈ જીવરાજભાઈ મેઘાણી ‘‘બાલાજી ઈન્‍ડસ્‍ટ્રીસ'' નામથી પ્રોપરાઈટર દરજજે ઓટો-મોબાઈલ્‍સના માલનું મેન્‍યુફેકચર કરે છે.

આ કામના આરોપી દુર્ર્ગેશ રમેશ મેહતા, દર્શીલ દુર્ગેશ મેહતા, અને નિલય દુર્ગેશ મેહતા કે જેઓ બોન ઈન્‍ટરનેશનલ ના નામથી પાર્ટનર દરજજે (અંધેરી વેસ્‍ટ, મુંબઈ, મહારાષ્‍ટ્ર) મુકામે ધંધો કરતા હોય તેઓએ મેટોડા જી. આઈ. ડી. સી. ખાતે આવેલી ‘‘બાલાજી ઈન્‍ડસ્‍ટ્રીસ'' નો કોન્‍ટેક કરી ઓટો-મોબાઈલ્‍સનો માલ મંગાવેલ હતો જે માલ તેઓને મળી ગયા બાદ તે માલની બાકી રહેતી ૨કમ પૈકી રૂ. ૧૧,૭૯,૮૪૯/- અંકે રૂપિયા અગીયાર લાખ છોતેર હજાર આઠસો ઓગણપચાસ પુરા. ચુકવવા તેમણે બોન ઈન્‍ટરનેશનલ ના ખાતા વાળી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા ન્‍યુ લીંક રોડ બ્રાંચ, અંધેરી વેસ્‍ટ, મુંબઈનો ઉપરોક્‍ત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદી એ તેમની પેઢીના ખાતાવાળી બેંકમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફંડ ઈન્‍સફીશીયન્‍ટના શેરા સાથે બિન ચુકતે પરત ફરેલ હતો.

આથી ફરીયાદી પેઢીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોક્‍ત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી અને બોન ઈન્‍ટરનેશનલના પાર્ટનરો દુર્ગેશ રમેશ મેહતા, દર્શીલ દુર્ગેશ મેહતા, અને નિલય દુર્ગેશ મેહતા સામે લોધીકાની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા કોર્ટે તમામ આરોપીઓ સામે સમન્‍સ ઈસ્‍યુ કરી હાજર થવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી પેઢી તરફે રાજકોટના વકીલ  અતુલ સી. ફળદુ, તથા અજય કે. જાધવ તથા ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.(

(11:45 AM IST)