<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

લક્ષ્મીનગરમાં જીલ્લા પંચાયતના પ્‍યુને ગળાફાંસો ખાધોઃ જીવ બચી ગયો

કેન્‍સરથી કંટાળીને રમેશભાઇએ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૩: નાના મવા રોડ પર લક્ષ્મીનગર-૨માં રહેતાં રમેશભાઇ રવજીભાઇ સાગઠીયા (ઉ.વ.૪૫) નામના આધેડે સવારે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેમના બહેન દક્ષાબેન જોઇ જતાં જીવ બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસમાં કરી હતી. રમેશભાઇ જીલ્લા પંચાયતમાં પ્‍યુન તરીકે નોકરી કરે છે. સંતાનમાં બે પુત્રી છે. પોતે બે બહેનથી નાના છે. છ વર્ષથી કેન્‍સરની બિમારી હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(11:46 AM IST)