News of Saturday, 13th April 2024
શાપર વેરાવળના નિલેષ ચોહાણને શહેર એસઓજીએ પિસ્તોલ-કાર્ટીસ સાથે દબોચ્યો
મુળ માંગરોળના શખ્સને ભૈયા સાથે માથાકુટ ચાલતી હોઇ સાથે રાખ્યાનું રટણઃ પીઆઇ જે. એમ. કૈલા અને ટીમની કાર્યવાહી : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, અને હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૧૩: શહેર એસઓજીએ વધુ એક વખત ગેરકાયદેસર હથીયાર અને કાર્ટીસ પકડી એક શખ્સને દબોચ્યો છે. ગોંડલ રોડ પર ક્રિષ્ના વોટર પાર્કથી આગળ રાજકોટ લેબના ગેઇટ નજીકથી મુળ માંગરોળના અને હાલ શાપર ભક્તિનગર સોસાયટી બીલીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં નિલેષ પ્રવિણભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪)ને દેશી બનાવટની રૂ. ૨૫ હજારની પિસ્તોલ અને રૂ. ૨૦૦ના બે જીવતા કાર્ટી સાથે પકડી લેવાયો છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એસઓજીની ટીમ ગેરકાયદે હથીયારો શોધી કાઢવા પ્રયત્નશીલ હોઇ એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ અને હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલાને બાતમી મળતાં નિલેષ ચોૈહાણને પિસ્તોલ-કાર્ટીસ સાથે દબોચી લીધો હતો.
નિલેષ ચાર પાંચ વર્ષથી શાપરમાં રહે છે અને કારખાનામાં કામ કરે છે. તેણે એવુ રટણ કર્યુ હતું કે એક મિત્રને ભૈયા સાથે માથાકુટ ચાલતી હોઇ મિત્રએ આ હથીયાર રાખ્યું હતું. તેણે સાચવવાનું કહેતાં પોતાને પણ હથીયાર રાખવાનો શોખ હોઇ પોતાની પાસે રાખ્યુ઼ હતું. સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, ધર્મેશભાઇ બી. ખેર, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને દિગ્વીજયસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(11:47 AM IST)










