<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

રાજકોટના મીતાબેન જામનગરમાં ટ્રેનમાં ચડવા જતાં પટકાતા ઇજા

દ્વારકા દર્શન કરી ઓખાથી રાજકોટ આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૩: શહેરના શ્રોફ રોડ પર નીત્‍યાનંદ કોમ્‍પલેક્ષમાં રહેતાં મીતાબેન રવિભાઇ પડીયા (ઉ.વ.૪૫) જામનગરમાં રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાં ચડવા જતાં પડી જતાં ઇજાઓ થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મીતાબેન પડીયા અને પરિવારજનો દ્વારકા દર્શને ગયા હતાં. સાતમીએ પરત ઓખાથી ટ્રેનમાં બેસી રાજકોટ આવતાં હતાં ત્‍યારે જામનગર ટ્રેન હોલ્‍ટ થતાં તેઓ નાસ્‍તો લેવા ઉતર્યા હતાં. એ દરમિયાન ટ્રેન ચાલુ થઇ જતાં દોડીને ચડવા જતાં પડી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલો અને ભાવેશભાઇ મકવાણાએ જામનગર રેલ્‍વે પોલીસને જાણ કરી હતી.

(11:48 AM IST)