<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

વિવાદ હોય તો ભાજપ મુખ્‍યમંત્રી અને આખુ મંત્રીમંડળ બદલાવી નાંખે છે પણ રૂપાલાના કિસ્‍સામાં ચૂપ કેમ? તૃપ્તીબા રાઓલ

ભલે અંગત સંબંધ હોય પણ લોકડાયરામાં રૂપીયા ઉડાડતા હવે સોવાર વિચારજોઃ ક્ષત્રીય સમાજનો ટકોર

રાજકોટ, તા., ૧પઃ રતનપર ખાતે યોજાયેલ ક્ષત્રીય સમાજના ઐતિહાસિક સંમેલનમાં ક્ષત્રીય મહિલા અગ્રણી અને સામાજીક કાર્યકર તૃપ્તીબા રાઓલએ ભાજપ  ઉપર આકરો પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, વિવાદ કે વિખવાદ હોય તો ભાજપ મુખ્‍યમંત્રી અને આખુ મંત્રીમંડળ બદલી નાખ્‍યાના કિસ્‍સા છે. જયારે વાણીવિલાસ કરનાર પરસોતમ રૂપાલા મામલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધનો વંટોળ છે છતાં ભાજપ ચૂપ કેમ છે? તેવો વેધક સવાલ કર્યો હતો.

આ પ્રસંગે તૃપ્તીબા રાઓલે ક્ષત્રીય સમાજને ટકોર કરતા જણાવ્‍યુ઼ હતું કે ભલે અંગત સબંધ હોય પણ લોકડાયરામાં હવે રૂપીયા ઉડાડતા પહેલા સો વાર વિચાર કરજો અને પરસોતમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્‍યાં સુધી લડત ચાલુ રહેશે તેવો રણટંકાર કર્યો હતો.

(5:59 PM IST)