News of Monday, 15th April 2024
સીઝનલ રોગચાળાના ૧૦૪૪ કેસઃ ચિકનગુનીયા-ડેન્ગ્યુના ૧-૧ દર્દી નોંધાયા
મનપા દ્વારા ૪૭૧૮ ઘરોમાં પોરાનાશક કામગીરી : મચ્છર ઉત્પતિ સબબ ૩૬૦ને નોટીસઃ પ૩૦ ઘરોમાં ફોગીંગ

રાજકોટ તા. ૧પ :.. શહેરમાં છેલ્લા અઠવાડીયાથી દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. ત્યારે એક સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, તાવના ૧૦૪૪ થી વધુ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૮ થી ૧૪ એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ર કેસ
છેલ્લા સપ્તાહમાં ચિકનગુનીયાનો ૧, ડેન્ગ્યુનો ૧ અને મેલેરીયાના શૂન્ય કેસ નોંધાયા હતાં. જયારે સીઝનમાં મેલેરીયાના ૩, ડેન્ગ્યુના ૧૦ તથા ચિકનગુનીયાના ૧પ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૧૦૪૪ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ પ૯૭ તેમજ સામાન્ય તાવના ૧૦૪૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૦ સહિત કુલ ૧૦૪૪ દર્દીઓ નોંધાયા હતાં.
મચ્છર ઉત્પતિ સબબ ૩૬૦ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૭૧૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા પ૩૦ ઘરોમાં ફોગીંગ કામગીરી હેઠળ રહેણાક અન્ય ૪૬૦ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૬૦ લોકોને નોટીસ પાઠવી હતી.
(6:03 PM IST)










