<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

હમ નહી સુધરેંગેશહેરના વધુ ૬૩ વેપારીઓને ૧૫ હજારનો દંડ

૩.૩૫ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્‍ત : ગંદકી અને પ્‍લાસ્‍ટીક ઉપયોગ કરતા મનપા તંત્રની કાર્યવાહી

 

રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૫ના ત્રણેય ઝોનમાંથી કુલᅠ૬૩ᅠઆસામીઓ પાસેથીᅠ૩.૩૫ᅠકી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.ᅠ૧૫૩૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૫ આસામીઓ પાસેથી ૧.૨૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.ᅠ૫૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૪ આસામીઓ પાસેથી ૧.૪૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૫૬૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૪ આસામીઓ પાસેથી ૬.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.ᅠ૪૧૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ᅠસેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવી હતી

(4:15 PM IST)