તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
કુવાડવા રોડ પર કવાર્ટરના પાર્કિંગમાં તીનપત્તી રમતા ત્રણ પકડાયા
બી ડીવીઝન પોલીસના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. જયદીપસિંહ બોરાણા અને રાજદીપભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ ડી. માર્ટની પાસે આવેલા શહીદ ઉધમસિંહ ટાઉનશીપના પાર્કિંગમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ડી. માર્ટ મોલ પાસે શહિદ ઉધમસિંહ ટાઉનશીપ પાર્કિંગમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડઠીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. જયદીપસિંહ બોરાણા અને રાજદીપભાઇ પટગીરને બાતમી મળતા શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં દરોડો પાડી પાર્કિંગમાં તીનપત્તીનો જુગાર રમતા ટાઉનશીપમાં બી/૩૦૩નાં જયેશપરી રાજેશપરી ગૌસ્વામી, એફ/૧૦પના ચંદ્રેશભાઇ અરવિંદભાઇ રાધનપુરા અને એફ/૬૧રના ઇરશાદ હારૂનભાઇ હેરંજાને પકડી લઇ રૂા. ૧ર,૧૧૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ. એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે. ડી. મારૂ, હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, કોન્સ. જયદિપસિંહ બોરાણા, ભાનુશંકરભાઇ ધાંધલા, પંકજભાઇ માળી, રાજદિપભાઇ પટગીર, પોપટભાઇ ગમારા, જગદિશભાઇ વાંક તથા વિશ્વજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
(4:37 PM IST)










