News of Monday, 22nd April 2024
રાજકોટ લોહાણા મહાજન આયોજીત રામનવમી મહોત્સવમાં શ્રોતાઓ રીતસર રસ તરબોળ બની ગયા
અકિલા પરિવારના મોભી, સમાજશ્રેષ્ઠી, મહાજન મુરબ્બી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરક ઉપસ્થિતિમાં : . ભજન સંધ્યામાં નિધિબેન ધોળકિયા, નિતીનભાઇ દેવકા અને હિતષ્વ નાણાવટીએ ભારે જમાવટ કરી દીધી : પવિત્ર વાતાવરણમાં ''જય શ્રી રામ'', ''જય જય જલારામ'' ના નારા સતત ગૂંજતા રહ્યા . રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી, દિનેશભાઇ કારીયા, અતુલભાઇ રાજાણી સહિતના મહાનુભાવોએ પૂ. રામ, શ્યામ, શ્રીજીબાવા અને જલારામના અદ્ભૂત - અલૌકીક ધૂન-ભજન માણ્યા . ''જપલે શ્રી રામ કા નામ ઓ મનવા, ઉસકે નામ સે બન જાયેંગે તેરેે બિગડે કામ'', ''વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા'', ''રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા'', ''અચ્યુતમ્ કેશવમ્ ક્રિષ્ન દામોદરન... રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્'', ''જલા તારી ઝુંપડીએ સદ્નો સત્કાર છે, દુખડા રહે નહીં એવા દીદાર છે, દેવોનો લાગે દરબાર હોજી રે... આજ વીરપુર ગામમાં'', ''મીઠે રસ સે ભરોરે રાધા રાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે...'' વિગેરે ભકિતભાવ સાથેના મનભાવક ધૂન - ભજનોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા : એક એક ભજન ઉપર રઘુવંશીઓએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો . સવારે સાંગણવા ચોક મહાજન વાડી ખાતેના પ્રાચીન રામ મંદિરે મહાઆરતી અને ૧૦૮ દીપમાળા કરવામાં આવી . લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનું બેનમૂન-ભવ્ય - દિવ્ય - અલોૈકીક આયોજન

રામનવમી નિમિત્ત્।ે રાજકોટ લોહાણા મહાજન આયોજિત ભજન સંધ્યામાં ભકિતભાવ સાથે મનભાવક ધૂન- ભજનોનો આનંદ માણી રહેલા અકિલા પરિવારના મોભી, સમાજશ્રેષ્ઠી, મહાજન મુરબ્બી શ્રી કિરીટભાઈ ગણાત્રા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, લોકસભા રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઈ, શ્રી દિનેશભાઇ કારીયા, શ્રી અતુલભાઈ રાજાણી, શ્રીમતી રીટાબેન કોટક, ધવલભાઈ કારીયા, નરેન્દ્રભાઈ નથવાણી, છબીલભાઈ પોબારૃ, કિશોરભાઈ કોટક, હરીશભાઈ લાખાણી, ડો. જનકભાઈ ઠક્કર, જીતુભાઇ ભટ્ટ, હિરેનભાઈ ખખ્ખર, ધવલભાઈ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, ડો. પરાગભાઈ દેવાણી, મનીષભાઈ ખખ્ખર, અલ્કાબેન પુજારા, અલ્પાબેન બરછા, નિકિતાબેન નથવાણી, સ્નેહાબેન પોબારૃ, સ્મિતાબેન પોબારૃ, ડો. નિશિતાબેન ચોટાઈ સહિતના મહાનુભાવો તસ્વીરમાં નજરે પડે છે. ચિક્કાર મેદની વચ્ચે ધૂન-ભજનોની જમાવટ કરી રહેલા સુપ્રસિધ્ધ કલાકારો નિધિબેન ધોળકિયા, નિતીનભાઈ દેવકા અને હિતશ્વભાઈ નાણાવટી દ્રશ્યમાન થાય છે. ઇન્સેટ તસ્વીર એન્કરીંગ કરી રહેલા રાકેશભાઈ ભટ્ટની છે.
રાજકોટ તા. ૨૨ : સમગ્ર રઘુવંશી સમાજ શ્રી રામ ભગવાનનો પરમ ઉપાસક છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા રામનવમીની ભવ્ય-દિવ્ય-અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૃપે સાંગણવા ચોક મહાજન વાડી રાજકોટ ખાતે આવેલ ૫૦ વર્ષોથી પણ જુના - પ્રાચીન રામ મંદિરે સવારે મહાઆરતી અને ૧૦૮ દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પવિત્રતા અને ભકિતભાવ સાથે સેંકડો રઘુવંશીઓ હોંશભેર જોડાયા હતા.
સાથે-સાથે રામનવમીની યાદગાર ઉજવણીના ભાગરૃપે સાંજે હેમુ ગઢવી ઓડીટોરિયમ,રાજકોટ ખાતે અકિલા પરિવારના મોભી, સમાજશ્રેષ્ઠી, મહાજન મુરબ્બી શ્રી કિરીટભાઈ ગણાત્રાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભજન સંધ્યાનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રોતાઓ રીતસર રસતરબોળ બની ગયા હતા.ભજન સંધ્યામાં સુપ્રસિદ્ઘ કલાકારો નિધીબેન ધોળકિયા, નીતિનભાઈ દેવકા અને શ્રી હિતશ્વ નાણાવટીએ પોતાના મધુર કંઠના સંગાથે ભારે જમાવટ કરી હતી. પવિત્ર વાતાવરણમાં 'જય શ્રી રામ', 'જય જય જલારામ' ના નારા સતત ગુંજતા રહ્યા હતાં.
રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, લોકસભા રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી, ભાજપ અગ્રણી શ્રી દિનેશભાઈ કારીયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલભાઇ રાજાણી સહિતના મહાનુભાવોએ પૂજય રામ, શ્યામ અને જલારામના અદભુત-મનપસંદ ધૂન-ભજન માણ્યા હતા. એક એક ભજન ઉપર દરેક શ્રોતાએ તાળીઓ સાથે ઉમળકાભેર પ્રતિસાદ આપ્યા હતા, જેને કારણે કાર્યક્રમમાં ખરેખર ચાર ચાંદ લાગી ગયા હતા.
''જપલે શ્રી રામ કા નામ ઓ મનવા, ઉસકે નામ સે બન જાયેંગે તેરે બિગડે કામ,'' ''વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા'', ''રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા'', ''અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરન, રામ નારાયણમ જાનકી વલ્લભમ'', ''જલા તારી ઝુંપડીએ સદ્ નો સત્કાર છે, દુખડા રહે નહીં એવો દીદાર છે, દેવોનો લાગે દરબાર હોજી રે, આજ વિરપુર ગામમાં,'' ''મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે,રાધા રાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે'' વિગેરે ભકિતભાવ સાથેના મનભાવક ધૂન- ભજનોએ કાર્યક્રમને ખરા અર્થમાં જીવંત બનાવી દીધો હતો.
હાજર રહેલ રઘુવંશીઓની ચિક્કાર મેદનીએ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ સહિતની સમગ્ર ટીમના બેનમૂન - યાદગાર આયોજનને મન ભરીને માણ્યું હતું.
સમગ્ર ભજન સંધ્યા દરમ્યાન શ્રી રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી બાવા, પૂજય જલારામ બાપાના જીવન ચરિત્રને તાદશ્ય કરતા એક થી એક ચઢીયાતા ધૂન - ભજનો નિધિબેન ધોળકિયા, નિતિનભાઈ દેવકા અને હિતશ્વભાઇ નાણાવટીએ રજૂ કર્યા હતા.
પોતાની આગવી, રસાળ અને ધાર્મિક શૈલીમાં પ્રસિદ્ઘ ભાગવતાચાર્ય શ્રી રાકેશભાઈ ભટ્ટે એન્કરીંગ કર્યું હતું. તેઓએ સત્સંગને એક ઓપરેશન કહીને વાત કરી હતી કે ખાસ કરીને ડોકટર છે તે દવાખાનામાં મોટેભાગે બેભાન કરીને શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરતા હોય છે, જયારે સત્સંગમાં શાસ્ત્રથી ઓપરેશન થાય છે, જેમાં હંમેશા વ્યકિતને જગાડવામાં આવે છે. સત્સંગમાં જે માણસ ડૂબે છે તે હર હંમેશ તરી જાય છે તેવું પણ શ્રી રાકેશભાઈ ભટ્ટે કહ્યું હતું.
ભજન સંધ્યામાં સમાજના અગ્રણીઓ- શ્રેષ્ઠીઓ શ્રી કિશોરભાઈ કોટેચા, છબીલભાઈ પોબારૃ, નરેન્દ્રભાઈ નથવાણી, મહેશભાઈ રાચ્છ, ઘનશ્યામભાઈ રાચ્છ, મહેન્દ્રભાઈ નથવાણી, વિજયભાઈ નાગ્રેચા, કિરીટભાઈ કારીયા, પ્રતાપભાઈ કોટક, ભરતભાઈ નથવાણી, જીતુભાઈ બદીયાણી, નિતીનભાઈ બદીયાણી, મિતેશભાઈ બદીયાણી, શૈલેષભાઈ રૃપારેલીયા, વિરેનભાઈ કટારીયા, રિતેશભાઈ રાચ્છ, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૃપારેલીયા, સુરેશભાઈ ચંદારાણા, નીતિનભાઈ રાયચુરા, રઘુભાઈ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, રત્નાબેન સેજપાલ, રાજેનભાઈ કારિયા, જીતુભાઈ ભટ્ટ, બીનાબેન ભટ્ટ, રાજુભાઈ દવે, રાહુલભાઈ દવે, અરૃણભાઇ મહેતા, આરતીબેન મહેતા, સ્નેહાબેન પોબારૃ, સ્મિતાબેન પોબારૃ, ડો. ત્રિશાંતભાઈ ચોટાઈ, ડો.ખુશ્બુબેન ચોટાઈ, ડો. વિશાલભાઈ માંગરોલીયા, પ્રીતિબેન દવે (દિલ્હી), રૃપાબેન મજેઠીયા (પુણે), ડો. નિશીતાબેન ચોટાઈ, નટુભાઈ કોટક, અમિતભાઈ રાયઠઠ્ઠા, કેતનભાઇ બદીયાણી, અમિતાબેન બદીયાણી, ડો. કેતનભાઇ ઠક્કર, હિતેશભાઈ વિઠલાણી, જીતુભાઈ ગણાત્રા,ભરતભાઈ ગણાત્રા, દિપકભાઈ કાનાબાર (એ.પી. એડ્), ડો. બીજલ ઠક્કર, જતીનભાઈ ગણાત્રા, જીતુભાઈ પોબારૃ, નલિનભાઈ પોબારૃ, પન્નાબેન પોબારૃ, મીનાબેન લાખાણી, દિપકભાઈ કારીયા, અશોકભાઈ કાથરાણી, સચીનભાઈ નથવાણી, પ્રફુલભાઈ ગ ંગદેવ, મનોજભાઈ અનડકટ, અનિલભાઈ વણઝારા, ભુપેન્દ્રભાઈ કોટક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટના વિવિધ મહિલા મંડળોના હોદ્દેદારો જશુમતીબેન વસાણી, રોનકબેન પારેખ, હીનાબેન પોપટ, કમલાબેન ભાગ્યોદય, બિંદીયાબેન અમલાણી, અંજનાબેન હિંડોચા, ઇન્દુબેન અનડકટ, બિંદુબેન ચાંદ્રાણી, માધવીબેન રાજાણી, બીનાબેન રધુવંશી, ધારાબેન પુજારા, જાગૃતિબેન ખીમાણી, દિવ્યાબેન સાયાણી, હેમાબેન કક્કડ, પીનાબેન કોટક, પ્રીતિબેન પાઉં, જીતાબેન દતાણી, પન્નાબેન ઠકકર વિગેરેએ રામનવમી નિમિતે પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
રામનવમીની ભવ્ય -દિવ્ય- અલૌકીક ઉજવણી કરવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના નેજા હેઠળ મહાજનની સમગ્ર ટીમ ઉપપ્રમુખ શ્રીમતિ રૃપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટીના ચેરમેન શ્રી ધવલભાઇ ખખ્ખર, મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, શ્રી હરીશભાઇ લાખાણી, ડો. ભાવેશભાઇ સચદે ડો. જનકભાઇ ઠક્કર, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્કાબેન પૂજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, શ્રી શૈલેષભાઇ પાબારી, ડો ચેતનભાઇ હિન્ડોચા, શ્રીમતિ સીમાબેન રાજદેવ, મહાજનવાડી એડમીનિસ્ટ્રેટરશ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણિ સહિતનાં અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
(3:43 PM IST)










