News of Monday, 22nd April 2024
ભગવતીપરાનો નામચીન સાજીદ ઉર્ફ સાજલો પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડાયો
અગાઉ મારામારી, દારૂ, એટ્રોસીટી, સહિત ૮ ગુનામાં સંડોવણી :ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને પીએઅસાઇ કે. ડી. મારૂની ટીમની કામગીરી :હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેર પોલીસે વધુ એક શખ્સને ગેરકાયદે હથીયાર સાથે પકડી લીધો છે. અગાઉ ચાર દિવસમાં પાંચ શખ્સોને પિસ્તોલ-તમંચા સાથે પકડી લેવાયા હતાં. દરમિયાન બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની ટીમે ભગવતીપરા મેઇન રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી મુફદ્દલ હોલવાળી શેરીમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં સાજીદ ઉર્ફ સાજલો યુસુફભાઇ દલ (ઉ.વ.૩૬)ને રૂા. ૨૫ હજારની દેશી બનાવટની પિસ્તોલ અને રૂા. ૪૦૦ના ૪ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગીરની બાતમી પરથી ભગવતીપરા રોડ પર કબીર વાડી પાસેથી સાજીદને હથીયાર-કાર્ટીસ સાથે પકડી લેવાયો હતો. તે અગાઉ ગાંધીગ્રામ, બી-ડિવીઝન, ડીસીબી પોલીસમાં દારૂ, મારામારી, ગાળાગાળી, ધમકી, એટ્રોસીટી સહિતના આઠ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર પીઆઇ સંૅજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, લાલજીભાઇ હાડગડા, કોન્સ. જયદિપસિંહ બોરાણા, ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળી, રાજદિપભાઇ પટગીર, પોપટભાઇ ગમારા, જગદીશભાઇ વાંક અને વિશ્વજીતસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. હથીયાર ક્યાંથી લાવ્યો? તે સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
(3:48 PM IST)










