<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સંસારમાં શક્‍તિશાળી અને સમર્થ જો કોઈ હોય તો તે છે ધર્મ : સદગુરૂદેવ પૂ. પારસમુની મ.સા.

રાજકોટઃગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજ્‍ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજ્‍ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે આજે શ્રી રોયલપાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ, સી.એમ. શેઠ પૌષધશાળામાં આગમિક રહસ્‍ય બતાવતા ફરમાવેલ કે માનવ જીવનને આપણે ત્રણ પ્રવળત્તિમાં વિભાજિત કરી શકીએ છીએ.

પહેલી પરમાર્થ કાર્યોમાં સંલગ્ન કરી અનેક લોકોના કામમાં જીવનને લાવી શકીએ છીએ. સ્‍વયં યશસ્‍વી જીવન જીવી અને અન્‍યને પણ ઉંચા ઉઠાવવામાં મદદરૂપ બનીએ. બીજી પ્રવળત્તિ પોતાના શરીર કે પરિવારનાં પરિધિમાં રહી માત્ર ઉદરપૂર્તી સુધી જ ન વિચારીને પશુસ્‍તરની જિંદગીમાંથી બહાર આવી જીવમાત્રનાં સુખનો પણ વિચાર કરી જીવનનાં પૂર્ણ વિકસિત સ્‍વરૂપને પ્રાપ્ત કરવું. ત્રીજી પ્રવળત્તિ સંકુચિતતા અને સ્‍વાર્થ બુદ્ધિથી જીવન ન જીવી જીવનમાં પરમાર્થ ભાવ પ્રગટાવો.

પશુ કરતાં માણસ આત્‍મિયતા, સ્‍વાવલંબન, ઉત્તરદાયિત્‍વ જેવા ગુણોને કારણે શ્રેષ્ઠ છે. બ્રહ્માંડમાં રહેલ સમસ્‍ત જીવ સળષ્ટિમાં માત્ર મનુષ્‍ય એકમાત્ર એવો જીવ છે, જેની સંરચના અદ્વુત છે, પ્રકળતિએ તેને બધી વિશેષતાઓ વિશિષ્ટ સામર્થ્‍યથી અલંકળત કરી આ ધરા પર મોકલ્‍યો છે. માણસ પોતાના વિકાસ માટે જેટલો પરિસ્‍થિતિઓ અને બાધ્‍ય સાધનો પર અવલંબિત છે, તેનાથી ઘણો વધારે અનુભૂતિ જ્ઞાન અને પોતાની સ્‍વતંત્ર ઈચ્‍છા શક્‍તિનો માલિક છે. માણસ ચેતનાનાં વિકસિત સ્‍તર પર પ્રતિષ્‍ઠિત છે.

જે સ્‍વયં નાશવંત અને અસ્‍થિર છે તે કયાં સુધી બીજાનો સાથ નિભાવી શકે છે? કળિયુગમાં અને સર્વ કાળમાં જે શક્‍તિશાળી અને સમર્થ છે તે છે ધર્મ અને આપણા પોતાના અંતર આત્‍મામાં બિરાજિત પરમાત્‍માનો આશ્રય લઈ સ્‍વયંનાં જીવનને સફળ બનાવો.        

કયું જ્ઞાન અધ્‍યાત્‍મનું કારણ બને છે? અધ્‍યાત્‍મરૂપ બને છે? આત્‍મસ્‍વરૂપ બને છે? અક્ષરોનું અધ્‍યયન કરવું અલગ વાત છે, અને તેનો અર્થ સમજવો એ અલગ વાત છે, અને તેનાંથી હૃદય ને ભાવિત કરવું તે તો બિલકુલ અલગ જ વાત છે. ફક્‍ત અક્ષરોનાં અધ્‍યયનથી વ્‍યક્‍તિ તોતા પંડિત બની શકે છે. તેનાથી સૂત્રોના રહસ્‍ય નથી સમજી શકાતા. આવા તોતા પંડિત સભા એકત્રિત કરી શકે છે, લોકરંજન કરી શકે છે, પરંતુ સ્‍વયં રહસ્‍ય નથી સમજી શકતા.

(3:51 PM IST)