<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

જૈન ભોજનાલયમાં ૧૪ મહિનામાં બે લાખ ઉપરાંત સાધર્મિકોએ લાભ લીધો

ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણ નિમિતે એચ.જે.દોશી ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ સી.એસ.આર. ફાઉન્‍ડેશન તરફથી રૂપિયા ૧ કરોડનું અનુદાન

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્‍વામીનાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી રાજકોટ મધ્‍યે જૈન ભોજનાલય ચાલી રહ્યું છે. જેમાં દરરોજ ૫૦૦ ઉપરાંત સાધર્મિકો જમવાનો અને ટિફિનનો લાભ લઈ રહ્યા છે. ૧૪ મહિનાથી રાજકોટ બસ પોર્ટમાં ચાલતા આ જૈન ભોજનાલયમાં ૨,૦૧,૬૮૨ ઉપરાંત સાધર્મિકોની ભક્‍તિનો લાભ પ્રાપ્ત થયો, તે માટે ટ્રસ્‍ટીઓ ધન્‍યતા અનુભવે છે એમ જણાવેલ છે.

ગુજરાત રત્‍ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણા અને ટ્રસ્‍ટી મયુરભાઈ શાહના પુરુષાર્થથી શ્રી વિનોદભાઈ હરિલાલ જેચંદ દોશી, હસ્‍તે દેવેનભાઈ, પારસભાઈ, અમિતાબેન, અભયભાઈ, મિહિરભાઈ, એચ. જે. દોશી ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ સી.એસ.આર. ફાઉન્‍ડેશન તરફથી જૈન ભોજનાલય રાજકોટને ભગવાન મહાવીર સ્‍વામીના ૨૬૨૩ માં જન્‍મ કલ્‍યાણક અવસરે રુપિયા ૧ કરોડ નું અનુદાન કાયમી સ્‍મૃતિ સ્‍તંભ સ્‍વરૂપે પ્રાપ્ત થયેલ છે.

આ તકે ચેક સ્‍વીકારતા મનેષભાઈ માદેકા, વસંતભાઈ તુરખીયા, હરેશભાઈ વોરા, નિપુણભાઈ દોશી, તથા ટ્રસ્‍ટી મયુરભાઈ શાહ, અશોકભાઈ કોઠારી, અજયભાઈ ભીમાણી, મેહુલભાઈ રવાણી આદિ ગણ માન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિ અને ટ્રસ્‍ટીગણની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયેલ.

(3:52 PM IST)