તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
શુક્રવારે રેલ્વે મંત્રી રાજકોટમાં : ચેમ્બરના ઉપક્રમે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
‘વિકસિત ભારત ૨૦૪૭' અંગે સંવાદ

રાજકોટ, તા.૨૪: દેશના વિકાસમાં મહત્વનો સિંહફાળો આપનાર તેમજ રેલ્વેના જુના ડબ્બાથી લઈને બુલેટ ટ્રેન સુધીની સફરના સાક્ષી બનનાર તેવા કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી રાજકોટના આંગણે પધારી રહયા છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રેલ્વેમંત્રીશ્રી સાથે ‘વિકસીત ભારત ૨૦૪૭' અંગે સંવાદ કાર્યક્રમનું તા.૨૬-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્થળઃ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આમ રેલ્વેમંત્રીશ્રી રાજકોટ પધારી રહયા હોય ત્યારે તમામ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને અચુક હાજર રહેવા અને આ સંવાદ કાર્યક્રમનો ખાસ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ સંવાદ કાર્યક્રમમાં રસ ધરાવનારે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. જે માટે આપેલ લીન્ક ઉપરથી https://forms.gle/9G4an3Fs4VpiMrEg8 તેમજ ફોન નં.૦૨૮૧-૨૨૨૭૪૦૦/૨૨૨૭૫૦૦ અથવા મો.૭૩૮૩૧૨૪૭૪૦૦ પ૨ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(4:25 PM IST)










