<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

પાન-ફાકી થુંકતા ૮ વ્‍યસનીઓ CCTVમાં કેદ

તમામને ઇ-ચલણ મારફત દંડ : મનપાના કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૩: શહેરમાં સફાઇ અંગે જાગળતિ આવે અને શહેરને પ્‍લાસ્‍ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગળતિ આવે તે માટે કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર દ્વારા ન્‍યુસન્‍સ પોઈન્‍ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરનારા, જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને  સીસીટીવી કેમેરાના માધ્‍યમ દ્વારા ઝડપી  લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૨૩ના રોજ ૦૮ વ્‍યક્‍તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા દંડ કરવામાં આવેલ હતો.

કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૧૨૫ લોકેશન ચેક કરવામાં આવેલ,  જે અંતર્ગત  કુલ ૪૮૩ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે,  સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની સફાઈ બાબતની ૦૮ ફરિયાદો સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્‍તારના સેનીટરી ઇન્‍સ્‍પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ.

ઉપરોકત કામગીરી મ્‍યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના નોડલ ઓફિસર વત્‍સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્‍ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

(4:34 PM IST)