<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

ચંદ્રેશનગરના મકાનમાં અને મોરબી રોડ પર જૂગારના દરોડાઃ મહિલાઓ સહિત ૧૬ ઝડપાયા

માલવીયાનગર પોલીસે આઠ મહિલાઓ અને બી ડીવીઝન પોલીસે આઠ શખ્‍સો સામે કાર્યવાહી કરીઃ રૂા. પ૪ હજારની રોકડ કબ્‍જે

 

રાજકોટ તા. ર૪ :.. શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાન અને જાહેરમાં તીનપતીનો જુગાર રમતી મહિલાઓ સહિત ૧૬ શખ્‍સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ચંદ્રેશનગરમાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કો. અજયભાઇ વીકમા અને કો. ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા સ્‍ટાફ સાથે ચંદ્રેશનગર શેરી નં. ૧ માં મહિલાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા મકાન માલીક હંસાબેન નીતિનભાઇ કંસારા, તથા માયાણીનગર શેરી નં. ર ના ચંદ્રીકાબેન કુરજીભાઇ ધોકીયા, મવડી ચોકડી પાસે માટેલ સોસાયટી શેરી નં. ૪ ના દીવાળીબેન હસુભાઇ ચીત્રોડા, ચંદ્રેશનગર શેરી નં. ૮ ના લતાબેન હસમુખભાઇ રાઠોડ, માયાણીનગર શેરી નં. ૩ ના શાંતાબેન ડાયાભાઇ ભરડવા, વર્ષાબેન પ્રવિણભાઇ ચૌહાણ અને ૪૦ ફુટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં. ૧ ના લલીતાબેન ભરતભાઇ ભલસોડાને પકડી લઇ રૂા. ૧ર,ર૬૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ જે. આર. દેસાઇ અને એમ. ડી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. એસ. ગજેરા તથા હેડ કો. અજયભાઇ વીકમાં, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, કોન્‍સ. મથુરદાનભાઇ ગઢવી, મહીલા કોન્‍સ. ગાયત્રીબા તથા નિલમબેન દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં મોરબી રોડ જકાતનાકા પાસે કેટલાક શખ્‍સો જૂગાર રમતા હોવાની બી ડીવીજન પોલીસ મથકના હેડ કો. ક્રિપાલસિંહ જાડેજા, કો. જયદીપસિંહ બોરાણા તથા જગદીશભાઇ વાંકને બાતમી મળતા મોરબી રોડ જકાત નાકા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા કુવાડવા રોજય જય ગુરૂદેવ પાર્ક શેરી નં. ૯ ના ગણેશ તળશીભાઇ સોજીત્રા, મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં. ૪ ના ગીરીશ રવજીભાઇ કણક, શિવ આસ્‍થા સોસાયટી શેરી નં. ૧ ના બાબુ ખોડાભાઇ સાવલીયા, કુવાડવા રોડ, મારૂતીનગર શેરી નં. ૧ ના રમેશ સવજીભાઇ ઠુમ્‍મર, ગૌરીદડ ગામના જયેશ શ્‍યામજીભાઇ મુંગરા, કુવાડવા રોડ ગુરૂદેવ પાર્ક શેરી નં. ૭ ના સુરેશ પ્રાગજીભાઇ રૈયાણી, મોરબી રોડ ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી શેરી નં. ૪ ના રમેશ ગંગાદાસભાઇ પીપળીયા અને નવાગામ  સોસાયટી શેરી નં. ૧ જગદીશ ઉકાભાઇ શિયાળને પકડી લઇ રૂા. ૪ર,૧૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. ડી. મારૂ, હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાબા, લાલજીભાઇ હાડગડા, કો. જયદીપસિંહ બોરાણા, ભાનુશંકરભાઇ ધાંધલા, પંકજભાઇ માળી, રાજદીપભાઇ પાગીર, પોપટભાઇ ગમારા, જગદીશભાઇ વાંક અને વિશ્વજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

(4:35 PM IST)