<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

સૌથી વધુ જુના રાજકોટમાં ૪૬ દુકાનદારો દંડાયા : ૧૧ હજારનો દંડ

ગંદકી અને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક ઉપયોગ કરનાર પર મનપાની કાર્યવાહી :ત્રણેય ઝોનના વિસ્‍તારમાં ૧૦૮ ધંધાર્થી પાસેથી ૪.૫૨ કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍ત : કુલ ૨૬ હજારનો વહીવટી ચાર્જ વસુલ્‍યો

 

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તા. ૨૩ના ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૨૩ ના ત્રણેય ઝોનમાંથી કુલ ૧૦૮ આસામીઓ પાસેથી ૪.૫૨ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૬૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોન

સેન્‍ટ્રલ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૪૬ પાસેથી ૧.૪૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૦૮૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોન

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૩૯ પાસેથી ૨.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.ᅠ૯૨૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઇસ્‍ટ ઝોન

ઈસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૩ પાસેથી ૦.૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.ᅠ૫૯૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ᅠસેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર - સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:51 PM IST)